સોનાને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. એટલું જ નહીં ખરાબ સમય માટે સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. સોનાથી તમે માત્ર તમારા શોખ જ પૂરા કરી શકતા નથી પરંતુ ભવિષ્ય માટે રોકાણ પણ કરી શકો છો. ભારતમાં મહિલાઓ ખાસ કરીને સોનું પહેરવાનું પસંદ કરે છે. જો કે હવે પુરુષો પણ સોનાના દાગીનામાં ભારે રસ દાખવી રહ્યા છે. પરંતુ ઘરમાં સોનું રાખવાની મર્યાદાને લઈને ઘણા લોકોના મનમાં વિવિધ પ્રશ્નો હોય છે. આજે આપણે ઘરે સોનું રાખવાની મર્યાદા વિશે જાણીશું.
જો તમારી પાસે જરૂરી દસ્તાવેજો છે, તો તમે ઘરે અમર્યાદિત સોનું રાખી શકો છો.
કોટક લાઈફના જણાવ્યા અનુસાર, જે લોકો પાસે આવક, ટેક્સ અને સોના સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો છે તેમના માટે ઘરમાં સોનું રાખવાની કોઈ મર્યાદા નથી. એટલે કે આવા લોકો પોતાના ઘરમાં ગમે તેટલું સોનું રાખી શકે છે. પરંતુ, જો તમારી પાસે આવક અને ટેક્સ સંબંધિત જરૂરી દસ્તાવેજો નથી, તો તમે માત્ર એક નિશ્ચિત મર્યાદામાં જ સોનું રાખી શકો છો. તમને જણાવી દઈએ કે પરણિત મહિલાઓ, અપરિણીત મહિલાઓ અને પુરૂષો માટે સોનું રાખવાની મર્યાદા અલગ-અલગ છે.
પરિણીત મહિલા 500 ગ્રામ સોનું ઘરે રાખી શકે છે
પરિણીત મહિલા વધુમાં વધુ 500 ગ્રામ સોનું ઘરમાં રાખી શકે છે. જ્યારે અપરિણીત મહિલા ઘરે 250 ગ્રામ સોનું રાખી શકે છે. જ્યારે પુરુષો માટે આ મર્યાદા માત્ર 100 ગ્રામ છે. પરિણીત અથવા અપરિણીત પુરુષો ઘરે 100 ગ્રામ સોનું રાખી શકે છે. તમને જણાવી દઈએ કે ઘરમાં સોનું રાખવાની આ મર્યાદા એક વ્યક્તિ માટે છે. ઉદાહરણ તરીકે, જો તમારા પરિવારમાં તમારી પત્ની, તમારી માતા અને પિતાનો સમાવેશ થાય છે, તો તમે તમારા ઘરમાં કુલ 1200 ગ્રામ સોનું રાખી શકો છો.