આ વખતે, બે દિવસીય IPL 2025 મેગા ઓક્શનમાં એક પણ બાંગ્લાદેશી ખેલાડીને કોઈપણ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો નથી. મુસ્તફિઝુર રહેમાન IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો અને તેનું પ્રદર્શન પણ સારું હતું, પરંતુ આ વખતે આ ખેલાડી IPL 2025માંથી પણ બહાર થવા જઈ રહ્યો છે. જેનું મુખ્ય કારણ હવે સામે આવી રહ્યું છે.
બાંગ્લાદેશી ખેલાડીઓને કેમ ન ખરીદવામાં આવ્યા?
ટી20 ક્રિકેટમાં બાંગ્લાદેશના ખેલાડીઓનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી એટલું સારું નથી રહ્યું. તેમનામાં પ્રતિભાનો અભાવ જણાય છે. આ સિવાય બાંગ્લાદેશી ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનો વધુ અનુભવ નથી. આ વખતે મેગા ઓક્શનમાં બાંગ્લાદેશના 12 ખેલાડીઓ હતા, પરંતુ IPLની કોઈપણ ફ્રેન્ચાઈઝીએ તેમના પર બોલી લગાવવાની હિંમત બતાવી નહીં. હવે આઈપીએલ 2025માં કોઈ બાંગ્લાદેશી ખેલાડી નહીં હોય.
IPL અધવચ્ચે જ છોડી
બાંગ્લાદેશી ખેલાડીઓને ન ખરીદવા પાછળનું બીજું સૌથી મોટું કારણ તેમનું ટુર્નામેન્ટમાંથી ખસી જવું છે. વાસ્તવમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તેના ખેલાડીઓને એનઓસી આપવામાં આનાકાની કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ આઈપીએલ રમવા માટે ભારત આવે છે અને બીજી તરફ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ શ્રેણીનું આયોજન કરે છે, જેના કારણે બાંગ્લાદેશી ખેલાડીઓએ આઈપીએલ અધવચ્ચે છોડીને પરત ફરવું પડે છે. જેના કારણે આ વખતે મેગા ઓક્શનમાં કોઈ બાંગ્લાદેશી ખેલાડીને ખરીદવામાં આવ્યો નથી.