ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ મેચ માટે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર અને કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે પુષ્ટિ કરી છે કે ઓસ્ટ્રેલિયા બીજી મેચમાં અપરિવર્તિત ટીમ સાથે ઉતરશે.
ટીમ પ્રથમ મેચ જેવી હશે
પર્થમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ પરાજય થયો હતો. જોકે હવે ઓસ્ટ્રેલિયા બીજી મેચની તૈયારી કરી રહ્યું છે. મેચમાં હજુ લગભગ 10 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા બીજી મેચ માટે ખાસ પ્લાન તૈયાર કરીને મેદાનમાં ઉતરી શકે છે.
જોકે બીજી મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટો ફેરફાર થઈ શકે છે. કારણ કે મિશેલ માર્શની ફિટનેસ પર થોડી શંકા છે. આ સિવાય એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે જણાવ્યું કે આગામી સોમવારે ટીમ એડિલેડમાં એકત્ર થશે અને બીજી મેચ માટે પ્રેક્ટિસ કરશે.
માર્શે ઓસ્ટ્રેલિયા માટે પર્થમાં 17 ઓવર ફેંકી હતી, જે છેલ્લા ત્રણ વર્ષમાં ટેસ્ટમાં માર્શ દ્વારા સૌથી વધુ બોલિંગ છે.
ભારતે ઈતિહાસ રચ્યો હતો
જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પર્થમાં ઈતિહાસ રચ્યો હતો. પર્થમાં ઓસ્ટ્રેલિયાને હરાવનારી ભારત વિશ્વની પ્રથમ ટીમ બની છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં પણ કાંગારૂઓને સૌથી વધુ રનના માર્જીનથી હરાવ્યા હતા.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. પરંતુ ભારતે બીજા દાવમાં શાનદાર પુનરાગમન કર્યું હતું અને વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલની સદીની ઇનિંગ્સના આધારે બીજી ઇનિંગમાં 487/6 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 104 રનમાં આઉટ કરી દીધું હતું. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા 238 રનમાં સમેટાઈ ગયું હતું. ભારતે આ મેચ 295 રનના વિશાળ અંતરથી જીતીને ઈતિહાસ રચ્યો હતો.
જસપ્રીત બુમરાહે આ મેચમાં 8 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો.
એડિલેડ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લીસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક.