2000 Note Update: ગયા વર્ષે, ભારતીય રિઝર્વ બેંકે મે 2023 ના રોજ 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢી હતી. તાજેતરમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે રૂ. 2000ના મૂલ્યની 97.76 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી છે. હવે માત્ર 7,961 કરોડ રૂપિયાની નોટ જ જનતા પાસે છે.
તમને જણાવી દઈએ કે 19 મે, 2023ના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. 19 મે, 2023ના રોજ બજારમાં રૂ. 2000ની 3.56 લાખ કરોડની નોટો હતી. હવે બજારમાં માત્ર 7,961 કરોડ રૂપિયાની નોટો જ બચી છે.2000 રૂપિયાની નોટ અંગે આરબીઆઈએ કહ્યું કે 19 મે, 2023 સુધીમાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની 97.76 ટકા નોટ પાછી આવી ગઈ છે. 2000 રૂપિયાની બેંક નોટ કાયદેસર ટેન્ડર ચલણ રહેશે.
નોટો કેવી રીતે બદલવી?
જો તમારી પાસે હજુ પણ રૂ. 2000ની નોટો છે, તો તમે સમગ્ર દેશમાં આરબીઆઈની 19 ઓફિસોમાં સરળતાથી રૂ. 2000ની નોટ જમા અને/અથવા બદલી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે પોસ્ટ દ્વારા પણ નોટ બદલી શકો છો. 7 ઓક્ટોબર, 2023 ના રોજ બેંક શાખાઓમાં નોટ જમા કરાવવા અને બદલવાની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
8 ઓક્ટોબર, 2023 થી, લોકો નોટો બદલવા માટે 19 આરબીઆઈ ઓફિસની મુલાકાત લઈ શકશે. આ સિવાય લોકો પાસે તેમના ખાતામાં નોટ જમા કરવાનો વિકલ્પ પણ છે.
બેંક નોટ ડિપોઝીટ/એક્સચેન્જ ઓફર કરતી 19 RBI ઓફિસો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે. . ,તત્કાલીન પ્રચલિત રૂ. 1000 અને રૂ. 500ની બેન્ક નોટોના વિમુદ્રીકરણ બાદ નવેમ્બર 2016માં રૂ. 2000ની બેન્ક નોટો રજૂ કરવામાં આવી હતી.