IPL 2025 મેગા ઓક્શનના પહેલા દિવસે 72 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ ખેલાડીઓને 20 કરોડ રૂપિયાથી વધુ મળ્યા છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે આ વખતે હરાજીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જે બાદ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. દિલ્હી કેપિટલ્સ બાદ હવે પંતે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં પ્રવેશ કર્યો છે. જે બાદ હવે નવી સિઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ ઘણી ખતરનાક દેખાઈ રહી છે.
LSGએ આ ખેલાડીઓને ખરીદ્યા છે
IPL 2025 મેગા ઓક્શનના પહેલા દિવસે લખનૌ સુપર જાયન્ટ્સે 6 ખેલાડીઓ ખરીદ્યા. જેમાં રિષભ પંત સૌથી મોંઘો રહ્યો હતો. પંતને LSGએ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિવાય ડેવિડ મિલરને 7.50 કરોડ રૂપિયામાં, એડન માર્કરામને 2 કરોડ રૂપિયામાં, મિશેલ માર્શને 3.40 કરોડ રૂપિયામાં, અવેશ ખાનને 9.75 કરોડ રૂપિયામાં અને અબ્દુલ સમદને 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
જો કે નવી સિઝનમાં લખનૌનો નવો કેપ્ટન કોણ હશે તે અંગેની માહિતી હજુ સામે આવી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઋષભ પંત IPL 2025માં LSGની કેપ્ટનશિપ કરતો જોવા મળશે.
આ ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા હતા
1. નિકોલસ પૂરન- 21 કરોડ
2. રવિ બિશ્નોઈ- 11 કરોડ
3. મયંક યાદવ – 11 કરોડ
4. મોહસિન ખાન- 4 કરોડ
5. આયુષ બદોની- 4 કરોડ
LSGની સંપૂર્ણ ટીમ
ઋષભ પંત, નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન, આયુષ બદોની, ડેવિડ મિલર, એડન માર્કરામ, મિશેલ માર્શ, અવેશ ખાન, અબ્દુલ સમદ, આર્યન જુરાલ.