વેચવાલીના કારોબારની અસર શેરબજારમાં જોવા મળી હતી. હા, એક તરફ શેરબજારમાં વધઘટના કારણે રોકાણકારોને નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ બજારની ટોપ-10 કંપનીઓના એમ-કેપ પર પણ તેની અસર થઈ છે.
ગયા સપ્તાહે શેરબજારની ટોપ-10 કંપનીઓમાંથી 6 કંપનીઓના એમ-કેપમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, 6 કંપનીઓના એમ-કેપમાં સંયુક્ત રીતે 1,55,721.12 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. જોકે. ચાર કંપનીઓના એમ-કેપમાં વધારો થયો છે. ગયા અઠવાડિયે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એમ-કેપમાં ભારે ઘટાડો થયો હતો, જેના કારણે તે ટોપ લૂઝર રહી હતી.
આ કંપનીઓના એમ-કેપમાં ઘટાડો
દેશની સૌથી મોટી મુલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ વેલ્યુએશનમાં આ સપ્તાહે જંગી ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીનું માર્કેટકેપ રૂ. 74,563.37 કરોડ ઘટીને રૂ. 17,37,556.68 કરોડ થયું હતું.
ભારતી એરટેલનું માર્કેટ વેલ્યુએશન રૂ. 26,274.75 કરોડ ઘટીને રૂ. 8,94,024.60 કરોડ થયું હતું.
ICICI બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 22,254.79 કરોડ ઘટીને હવે રૂ. 8,88,432.06 કરોડ થયું છે.
ITCનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 15,449.47 કરોડ ઘટીને રૂ. 5,98,213.49 કરોડ થયું હતું.
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 9,930.25 કરોડનો ઘટાડો થયો છે. હવે કંપનીનું એમ-કેપ રૂ. 5,78,579.16 કરોડ છે.
હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 7,248.49 કરોડ ઘટીને રૂ. 5,89,160.01 કરોડ થયું હતું.
આ કંપનીઓના એમ-કેપમાં વધારો
આ અઠવાડિયે ટોપ-10 કંપનીઓમાંથી ચાર કંપનીઓના એમ-કેપમાં વધારો થયો છે. આ કંપનીઓ છે-
TCSનું માર્કેટ વેલ્યુએશન રૂ. 57,744.68 કરોડ વધીને રૂ. 14,99,697.28 કરોડ થયું છે.
ઇન્ફોસિસનો એમકેપ રૂ. 28,838.95 કરોડ વધીને રૂ. 7,60,281.13 કરોડ થયો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 19,812.65 કરોડ વધીને રૂ. 7,52,568.58 કરોડ થયું છે.
એચડીએફસી બેંકના માર્કેટકેપમાં રૂ. 14,678.09 કરોડનો ઉમેરો થયો હતો, જેનાથી બેન્કનું બજાર મૂલ્ય રૂ. 13,40,754.74 કરોડ થયું હતું.
ટોપ-10 કંપનીઓનું રેન્કિંગ
માર્કેટ કેપિટલાઇઝેશન મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની ટોચની મૂલ્યવાન કંપની છે. આ પછી TCS, HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ITC, હિન્દુસ્તાન યુનિલિવર અને LIC આવે છે.