વકફ સુધારા બિલ પર જેપીસીની બેઠક ચાલી રહી છે. જોકે, બેઠકમાં વાતચીત ઓછી અને નેતાઓ વચ્ચે બોલાચાલીના અહેવાલો વધુ છે. આજે ફરી એકવાર જેપીસીની બેઠક બોલાવવામાં આવી હતી.
બેઠકની વચ્ચે જ વિરોધ પક્ષોના ઘણા સભ્યોએ વોકઆઉટ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી વક્ફ બોર્ડના સીઈઓના રિપોર્ટ સામે વિરોધ પક્ષના સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે.
નેતાઓએ કેમ કર્યું વોકઆઉટ?
વોકઆઉટ સભ્યોએ જણાવ્યું હતું કે દિલ્હી વક્ફ બોર્ડના પ્રશાસકે દિલ્હી સરકારની જાણ વગર રજૂઆતમાં ફેરફાર કર્યા છે. બેઠકમાંથી વોકઆઉટ કરનારાઓમાં AAP સાંસદ સંજય સિંહ, DMKના મોહમ્મદ અબ્દુલ્લા, કોંગ્રેસના નસીર હુસૈન અને મોહમ્મદ જાવેદનો સમાવેશ થાય છે.
વોકઆઉટ નેતાઓએ દાવો કર્યો હતો કે MCD કમિશનર અને દિલ્હી વક્ફ બોર્ડના પ્રશાસક અશ્વિની કુમારે વકફ બોર્ડના પ્રાથમિક અહેવાલમાં મુખ્યમંત્રી આતિશીની મંજૂરી વગર ફેરફારો કર્યા છે. આ બેઠકની અધ્યક્ષતા ભાજપના સાંસદ જગદંબિકા પાલે કરી હતી.
સમિતિએ દિલ્હી વક્ફ બોર્ડ, હરિયાણા વક્ફ બોર્ડ, પંજાબ વક્ફ બોર્ડ અને ઉત્તરાખંડ વક્ફ બોર્ડના પ્રતિનિધિઓને વક્ફ (સુધારા) બિલ, 2024 પર મૌખિક પુરાવા રેકોર્ડ કરવા માટે બોલાવ્યા હતા.
છેલ્લી બેઠકમાં ટીએમસી નેતાએ બોટલ તોડી હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા 22 ઓક્ટોબરે યોજાયેલી છેલ્લી મીટિંગમાં બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય અને TMC સાંસદ કલ્યાણ બેનર્જી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.
કલ્યાણ બેનર્જીએ કથિત રીતે મીટિંગમાં ગુસ્સામાં કાચની બોટલ ફેંકી દીધી હતી. બોટલ ફેંકવાથી તેના હાથને ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ તેને હાથમાં ચાર ટાંકા આવ્યા છે. આ પછી કલ્યાણ બેનર્જીને એક દિવસ માટે બેઠકમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – SGPC ચૂંટણીમાં અકાલી દળની મોટી જીત, હરજિંદર સિંહ ધામી ચોથી વખત ચૂંટાયા