ભારતીય બજારમાં ઘણી સસ્તી અને સારી બાઇકો છે. આ બાઇકની યાદીમાં હીરો, હોન્ડા, ટીવીએસ અને બજાજના મોડલનો સમાવેશ થાય છે. જો આ મોટરસાઈકલની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 50 હજારથી 75 હજાર રૂપિયાની રેન્જમાં છે.
હીરો HF100
Hero MotoCorpની સૌથી સસ્તી બાઇકમાં Hero HF 100નું નામ સામેલ છે. આ બાઇક રેડ-બ્લેક અને બ્લુ-બ્લેકના કલર કોમ્બિનેશન સાથે આવે છે. હીરોની આ બાઇકમાં 97.2 cc, એર કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર, OHC એન્જિન છે. આ એન્જિન 8,000 rpm પર 5.9 kW ની શક્તિ પ્રદાન કરે છે અને 6,000 rpm પર 8.05 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 70 kmplની માઇલેજ આપે છે. Hero HF100ની એક્સ-શોરૂમ કિંમત 59,018 રૂપિયાથી શરૂ થાય છે. હીરોની સૌથી લોકપ્રિય બાઇક સ્પ્લેન્ડર પ્લસ છે. આ મોટરસાઇકલની એક્સ-શોરૂમ કિંમત 75,441 રૂપિયાથી શરૂ થાય છે.
ટીવીએસ સ્પોર્ટ
TVS સ્પોર્ટમાં સિંગલ સિલિન્ડર, 4-સ્ટ્રોક, ફ્યુઅલ ઈન્જેક્શન એન્જિન છે. આ બાઇકમાં લાગેલું એન્જિન 7,350 rpm પર 6.03 kW ની શક્તિ પ્રદાન કરે છે અને 4,500 rpm પર 8.7 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં 5-સ્પીડ કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન છે. TVSની આ બાઇક 90 kmphની ટોપ સ્પીડ આપે છે. TVS સ્પોર્ટની એક્સ-શોરૂમ કિંમત 59,881 રૂપિયાથી શરૂ થાય છે.
બજાજ સીટી 110X
Bajaj CT 110Xમાં DTS i-એન્જિન છે. આ એન્જીન 8.6 PSનો પાવર આપે છે અને 9.81 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકની ઇંધણ ક્ષમતા 11 લીટર છે. બજાજ આ બાઇક સાથે 70 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. આ બાઇકમાં આગળ અને પાછળ બંને તરફ ડ્રમ બ્રેક્સ છે. બજાજની આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 70,176 રૂપિયાથી શરૂ થાય છે.
હોન્ડા સીડી 100
Honda CD 110 Dream Deluxe પણ એક શાનદાર બાઇક છે. આ બાઇકમાં 4-સ્ટ્રોક, SI, BS-VI એન્જિન છે, જે 7,500 rpm પર 6.47 kWનો પાવર પ્રદાન કરે છે અને 5,500 rpm પર 9.30 Nmનો ટોર્ક જનરેટ કરે છે. બાઈકની ઈંધણ ટાંકીની ક્ષમતા 9.1 લીટર છે. હોન્ડાની આ બાઇક ચાર કલર વેરિઅન્ટમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. દિલ્હીમાં આ હોન્ડા બાઇકની એક્સ-શોરૂમ કિંમત 74,401 રૂપિયા છે. દેશના અન્ય શહેરોમાં આ બાઇકની કિંમતમાં તફાવત હોઈ શકે છે.