દર વર્ષની જેમ જ વધુ એક વર્ષ પુરું થવામાં છે, અને તમામ લોકો નવા ઉમંગ, નવા હેતુ, ધ્યેય સાથે નવા વર્ષમાં ડગ માંડવા જઈ રહ્યાં છે. નવું વર્ષ, નવા આપણે, નવું વાતાવરણ બધું જ નવું લાગે છે અને એવું પણ થાય છે કે જગ્યા તે જ પરંતુ કંઈક બદલાઈ ગયું છે. આપણી આ ભાવનાઓને શબ્દોમાં ઢાળીને મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાને મોકલો અને નવા વર્ષની શુભેચ્છા આપો. કંઈક આવા અંદાજમાં. અહીં આપેલ મેસેજ ખાસ છે અને શાનદાર પણ.
દરેક વર્ષ કંઈક આપીને જાય છે,
નવું વર્ષ કંઈક લઈને આવે છે,
ચાલો આ વર્ષે કંઈક નવું કરીને જોઈએ
નવું વર્ષ મનાવીએ.
નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.
નવેમ્બર ગયો, ડિસેમ્બર ગયો, ગયા તમામ તહેવાર
નવા વર્ષના અવસરે ઝૂમી રહ્યો છે આખો સંસાર,
હવે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા
તે વર્ષ 2024 તમારા માટે મંગળમય રહે.
નવા વર્ષની હાર્દિક શુભેચ્છા.
સંબંધોને આવી રીતે જ યથાવત રાખજો,
હ્દયમાં અમારી યાદોને જીવંત રાખજો,
2023ને યાદગાર બનાવવા માટે ખૂબ ખૂબ આભાર,
આવી જ રીતે 2024માં પણ સાથ બનાવી રાખજો
હેપ્પી ન્યૂયર
આશા છે કે આવનારા વર્ષનો દરેક દિવસ
ખુશી અને ઉત્સાહની તક લઈને આવે
નવા વર્ષ માટે ખુશીઓ ભરી શુભેચ્છાઓ .
નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.
દુઃખની એક ક્ષણ પણ તમારી પાસે ન આવે
દુઆ છે મારી કે આ વર્ષ તમારા માટે ખાસ બને
હેપ્પી ન્યૂયર
હિસાબ શું રાખવો ..?
સમયના નિરંતર
પ્રવાહમાં,
આપણાં થોડાક વર્ષોનો
હિસાબ શું રાખવો ?
ભરીભરીને આપ્યું છે
જિંદગીએ,
જે ન મળ્યું, તેનો
હિસાબ શું રાખવો?
આવનાર હરેક દિવસ
પ્રકાશમાન છે,
ત્યારે રાત્રિના અંધકારનો
હિસાબ શું રાખવો?
આનંદની બે ક્ષણ
કાફી છે – જીવવા માટે,
ઉદાસીની ક્ષણોનો
હિસાબ શું રાખવો?
મધુર યાદોનો ખજાનો
છે હ્રદયમાં,
દુઃખદાયક વાતોનો
હિસાબ શું રાખવો?
મળ્યાં છે ફૂલ કેટલાં
સ્વજનો પાસેથી,
કાંટાના જખમનો
હિસાબ શું રાખવો?
જો યાદ કરીને જ
દિલ થઈ જાય ખુશ,
તો મળવા, ન મળવાનો
હિસાબ શું રાખવો?
કઈંક તો સરસ છે જ,
હર કોઈમાં,
થોડીક ખરાબીનો
હિસાબ શું રાખવો?
દરેક સારા સંબન્ધ માં એક સારા માણસ નું રોકાણ હોય છે.
“આ પહેલા જ દિવસથી આપણા સૌના સંબંધોની મિઠાસ આમ જ જળવાય રહે તેવી શુભેચ્છાઓ સહ..”
આ પણ વાંચો – દિવાળી પર લક્ષ્મી પૂજામાં આ વસ્તુઓનો સમાવેશ કરો, જાણો સંપૂર્ણ સામગ્રીની યાદી