રાજ્ય સરકારે ગુજરાત ટેક્સટાઈલ પોલીસી – 2024ને લોન્ચ કરી છે. નવી ટેક્સટાઈલ પોલીસીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી છે. વર્ષ 2019માં ગુજરાત સરકારે ટેક્સટાઈલ પોલીસીની જાહેરાત કરી હતી. જૂની ટેક્સટાઈલ પોલીસી લેપ્સ થતા નવી પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. પોલિસીની જાહેરાત બાદ મુખ્ય પ્રદાન ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા જણાવ્યુ કે સરકારે ટેક્સટાઈલ ઉદ્યોગના દરેત સેગમેન્ટનું વિશ્લેષણ કર્યું છે. ટેક્સટાઈલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાના આશય સાથે નવી પોલિસી જાહેર કરી છે. રોજગારીની તકો વધે, મહિલા સશક્તિકરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. 31 ડિસેમ્બર-2023એ જૂની ટેક્સટાઈલ પોલિસી લેપ્સ થઈ ગઈ હતી.
જેના મુજબ 2 હજાર થી 5 હજાર પે રોલ પ્રતિ વ્યક્તિ 5 વર્ષ સુધી આપવામાં આવશે, જ્યારે 7 ટકા સબસિડી 8 વર્ષ માટે આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.
વર્ષ 2012 ની પોલીસીમાં 35 હજાર કરોડનું રોકાણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગ રુપે ટેક્સટાઇલ પોલિસીનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. વર્ષોથી ગુજરાત કાપડના ઉત્પાદ અને વેપારનું કેન્દ્ર રહ્યું છે. જે ડેનિં કેપિટલ તરીકે પ્રખ્યાત છે. ત્યારે 2012 માં જાહેર કરવામાં આવેલ ટેક્સટાઇલ પોલીસીમાં 35 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે રાજ્યમાં કાપડ ઉદ્યોગને ખૂબ જ વેગ મળ્યો હતો. આ ઉપરાંત ગુજરાત ટેક્સટાઇલમાં દેશને 25 ટકા ફાળો આપે છે.
2019ની ટેક્સટાઈલ પોલિસીમાં શું હતું?
2019ની પોલિસીમાં કેપિટલ સબસિડીની જોગવાઈ ન હતી. વ્યાજ પર અને પાવર પર સબસિડી આપવામાં આવી હતી. 6 ટકા ઈન્ટરેસ્ટ સબસિડી વાર્ષિક 20 કરોડની કેપ સાથે નવા રોકાણ પર ઉદ્યોગકારોને 2થી 3 રૂપિયા પાવર સબસિડી આપી હતી. પ્લાન્ટ મશીનરીનું 25 ટકાથી વધુના એક્સાપન્શન પર જ સબસિડી આપવામાં આવતી હતી. એનર્જી વોટર ઓડિટમાં 50 ટકા લેખે 1 લાખ સુધીની સબસિડી. જ્યારે નાની મશીનરીઓની ખરીદી પર 20 ટકા લેખે 30 લાખ સુધીની સબસિડી આપવામાં આવતી હતી.
2012ની ટેક્સટાઈલ પોલિસીમાં શું હતું?
2012ની ટેક્સટાઈલ પોલિસીમાં ટેક્નિકલ ટેક્સટાઈલ માટે 6 ટકા સબસિડી આપવામાં આવી હતી. સ્પિનિંગ માટે લોન સામે 7 ટકા ઈન્ટરેસ્ટ સબસિડી. કોટન ઈન્ડસ્ટ્રીને હયાત બિલમાં યુનિટ દીઠ 1 રૂ.ની સબસિડી આપવામાં આવી હતી. પ્લાન્ટ મશીનરીનું 25 ટકાથી વધુના એક્સપાન્સન પર સબસિડી આપવામાં આવતી હતી. એનર્જી, વોટર ઓડિટ માટે 20 ટકા લેખે 50 હજાર સુધીની સબસિડીની જોગવાઈ હતી. મોટી મશીનરી સાથે ખરીદાતી નાની મશીનરીમાં સબસિડી ન હતી.
ગ્રામીણ મહિલાઓને વધુ રકમ મળે તેના પર ધ્યાન
વધુમાં મુખ્યમંત્રીએ ટેક્સટાઈલ પોલિસી 2024ને લઇ જણાવ્યું હતું કે નવી પોલિસી દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને વધુ રકમ મળે તેના પર ધ્યાન રાખવામાં આવ્યું છે. 30 હજાર કરોડ રોકાણ આવવાની સંભાવના છે. કપાસ ઉત્પાદક ખેડૂતો અને યુવાનોમાં રોજગારી પૂરી પાડશે. નવસારીમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બની રહ્યું છે.
1107 કરોડ રૂપિયાની સહાય
ગુજરાતમાં દસ મહિના બાદ આજે 15 ઓક્ટોબરના રોજ 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેમાં પહેલી વખત આ પોલિસીમાં 25 ટકા કેપિટલ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે વ્યાજ પર સબસિડી જૂની પોલિસીમાં પાંચથી છ ટકા હતી જેને ઘટાડી બે ટકા કરાઇ છે. જ્યારે પાવર સબસિડી યુનિટદીઠ એક રૂપિયો જોગવાઈ કરાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતના 5592 ઔદ્યોગિક એકમો માટે 1107 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.
જુઓ અન્ય કાર્યક્રમ
વિકાસ સપ્તાહ ઉજવણીના અંતિમ દિવસ એટલે કે આજે તા. 15 ઓક્ટોબર, 2024ના રોજ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચની સાથે સાથે વિવિધ ઉદ્યોગ પ્રોત્સાહક ઉપક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
રૂ. 418 કરોડના ખર્ચે ઈ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં GIDCના રૂ. 564 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિવિધ વિકાસ કામો પૈકી રૂ. 418 કરોડના ખર્ચે ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ. 146 કરોડના ખર્ચે ઈ-લોકાર્પણના પ્રકલ્પોની ભેટ રાજ્યના ઉદ્યોગોને મળી હતી.
આ પણ વાંચો – દુલ્હનની જેમ સજાવાયું સ્ટેચ્યુ ઓફ યુનિટી, રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠતા સર્જાયો આહ્લાદક નજારો