વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે તા.7મી ઓક્ટોબર, 2001ના રોજ શપથ લીધા હતા. ગુજરાતની ધુરા સંભાળતાં જ તેઓએ સૌને વિકાસનો મંત્ર આપી સતત વિકાસના પથ પર આગળ વધતા રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ પણ અનેક પડકારો વચ્ચે વિકાસયાત્રાને ધબકતી રાખી છે. તેઓના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે તા.7થી 15મી ઓક્ટોબર દરમિયાન ભારત વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુલક્ષીને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ આપણા ગુજરાતમાં કરવામાં કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે દેશ દુનિયાના પ્રવાસીઓ ગુજરાત આવે છે અને આ પ્રવાસીઓને ધ્યાનમાં રાખી સરકારે મોટો નિર્ણય લીધો છે.
દિવાળીનો તહેવાર આવતાની સાથે શહેરો અવનવી લાઇટથી ચમકવા લાગે છે, એવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લાઇટિંગ કરવામાં આવી છે અને નર્મદાની કેવડીયા કોલોની દુલ્હનની જેમ સજાવાઇ છે. આ સાથે જ દિવાળી પહેલાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.
સરદાર પટેલની પ્રતિમા પર પ્રોજેક્શન મેપિંગ શોનું આયોજન
પીએમ મોદીના દૂરંદેશી વિચારોના કારણે નર્મદા જિલ્લામાં એકતાનગરના આંગણે નિર્માણ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમાની સાથે સાથે અનેક નજરાણાં ઉમેરવામાં આવ્યાં છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ધરાવતું કેવડિયા દિવાળી પહેલાં જ દૈદિપ્યમાન બની ગયું છે. આ સાથે જ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, સર્કિટ હાઉસ સહિતની ઇમારતોને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી છે.
કોઈ પ્રવાસી અહીં આવે તો ત્રણ દિવસ નિરાંતે તમામ નજરાણાંની મજા માણી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા પર સાંજે પ્રોજેક્શન મેપિંગ શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે. હાલમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને અન્ય પ્રકલ્પોને રોશનીના શણગારથી સજાવી પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે.
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે કેવડિયામાં રોજના 10 હજાર કરતાં વધારે વધારે પ્રવાસીઓ આવી રહ્યા છે, એવામાં દિવાળી પહેલા કેવડિયાને દુલ્હન ની જેમ સજાવામાં આવ્યું છે. આ વર્ષે દિવાળી અને એકતા દિવસ એક જ દિવસ એટલે કે 31 ઓક્ટોબરે છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા દિવસની પણ ધામધૂમથી ઉજવણી થશે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ SOUની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવાસીઓના ધસારાને જોતા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશભરના પ્રવાસીઓમાં SOU હોટ ફેવરિટ બની રહ્યુ છે અને આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ ધસારો વધુ જોવા મળી શકે છે.
રંગબેરંગી લાઈટની એકતાનગરમાં રોશની
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મોટાભાગના લોકો સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની સાથે પરિસરના વિવિધ સ્થળોની પણ મુલાકાત લે છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે તમામ સ્થળો પર મનમોહક રંગબેરંગી લાઇટિંગ લગાડવામાં આવી છે, જેનાથી પ્રવાસીઓને રાત્રિનો એક અલગ જ લાઇટિંગ વાળો નજારો જોવા મળી રહ્યો છે. લાઇટિંગની ભવ્યતાથી ઝગમગ બનેલું એકતાનગર પ્રવાસીઓ માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સર્કિટ હાઉસને પણ લાઈટિંગથી સજાવામાં આવ્યું
સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, જેનાથી ચારે બાજુ રંગબેરંગી વાતાવરણ બન્યું છે, ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથોસાથ વનરાજીથી આચ્છાદિત ટેકરી પર આવેલું વીવીઆઈપી સર્કિટ હાઉસ જ્યાંથી પ્રવાસીઓ રાત્રિ રોકાણ કરી એકતાનગરનો આહલાદક નજારો નિહાળી શકે છે તે સર્કિટ હાઉસને પણ રંગબેરંગી લાઈટિંગથી સજાવવામાં આવ્યું છે. રાત્રિના સમયે એકતાનગરના માર્ગ ઉપરથી પસાર થતા પ્રવાસીઓ નર્મદા મૈયાના કિનારે આધ્યાત્મિક દિવ્યતા સાથે એકતાનગરની ભવ્યતાનો વિશેષ અનુભવ કરી રહ્યા છે.
આ પણ વાંચો – વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકારે જાહેર કરી નવી ટેક્સટાઈલ પોલિસીની, જાણો શું છે ખાસિયત