હિસાર: હરિયાણાના ચૂંટણી પરિણામોમાં દેશની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલે હરિયાણાની હિસાર વિધાનસભા બેઠક પર જીત મેળવી છે. ભાજપમાંથી ટિકિટ ન મળતાં તેણીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. હવે તેણે જીત નોંધાવી છે. (Haryana assembly elections)
2019 માં શું પરિણામ આવ્યું?
હરિયાણા ચૂંટણી પરિણામો 2019: ભાજપના ડૉ. કમલ ગુપ્તાએ વિધાનસભા ચૂંટણી જીતી હતી. કમલ ગુપ્તાને 49,675 વોટ મળ્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રામનિવાસ રારાને 33,843 મત મળ્યા હતા. આ સિવાય જેજેપીના જિતેન્દ્ર માનવને 6,143 વોટ અને બસપાના મંજુ દહિયાને 1,578 વોટ મળ્યા. 2014માં સાવિત્રી જિંદાલે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. ત્યારે ભાજપના ડો.કમલ ગુપ્તાએ તેમને હરાવ્યા હતા. કમલ ગુપ્તાને 42,285 વોટ મળ્યા હતા, જ્યારે સાવિત્રી જિંદાલને માત્ર 28,639 વોટ મળ્યા હતા. HJKAના ગૌતમ સરદાનાને 28,476 વોટ મળ્યા અને INLDના ભીમ મહાજનને 5,329 વોટ મળ્યા. (, Hisar seat result)
સાવિત્રી જિંદાલ 2009માં ચૂંટણી જીત્યા હતા
આ પહેલા સાવિત્રી જિંદાલ 2009માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. સાવિત્રી જિંદાલને 32,866 મત મળ્યા હતા. જ્યારે બીજા ક્રમે રહેલા અપક્ષ ગૌતમ સરદાનાને 18,138 મત મળ્યા હતા.