ક્ષત્રિય સમાજ: હાલ નવરાત્રી શરૂ છે એવામાં નવરાત્રી દરમિયાન આપણે સામાન્ય રીતે પ્રાચીન અને અર્વાચીન એમ બન્ને રીતે ગરબા રમતા હોઈએ છીએ પરંતુ જયારે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય મહિલાઓ તલવારબાજી સાથે ગરબે ઘૂમીને સંસ્કૃતિ તલવાર રાસ કર્યા હતા. મહિલાઓને તલવારબાજી કરતા જોઇને સૌ કોઇ મંત્રુગ્ધ થઇ ગયા હતા. આ પ્રસંગે ક્ષત્રિય સમાજની મહિલાઓ અને બાળાઓએ સંસ્કૃતિને જાળવી તલવારરાસ સાથે ગરબા રાસ કર્યા હતા.
આ તલવાર રાસ દરમિયાન મહિલાઓ હાથમાં ખુલ્લી તલવાર સાથે ગરબા રમતી જોવા મળે છે. જ્યારે આ તલવાર રાસ રમતા પહેલા તેની પ્રેક્ટિસ કરવી પડે છે અને ત્યારબાદ જ તેને રમવાની છૂટ આપવામાં આવે છે.
ક્ષત્રિય મહિલાઓએ તલવાર રાસ સાથે માતાજીની કરી આરાધનાા
જોકે દર વર્ષે નવરાત્રિ ટાણે આવા દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે આજના જમાના માં પણ તલવારબાજી કરતી મહિલાઓને જોઇને સંસ્કૃતિ હજી પણ લોકોમાં જીવીત છે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા .ક્ષત્રિય મહિલાઓ સાંસ્કૃતિક પોશાકોમાં સજ્જ થઈને આદ્યશક્તિ માં જગદંબાની આરાધના કરી હતી