લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન વચ્ચે ઈઝરાયેલમાં આતંકી હુમલો થયો છે. હુમલાખોરે ઈઝરાયેલના બેરશેવા બસ સ્ટેન્ડ પર સામૂહિક ગોળીબાર કર્યો છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. હુમલો કરનાર આતંકવાદીને પણ ઠાર કરવામાં આવ્યો છે.
મેગેન ડેવિડ એડોમ એમ્બ્યુલન્સ સેવાએ જણાવ્યું કે આતંકવાદી હુમલા બાદ 11 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ડૉક્ટરોએ કહ્યું કે અમારા ઘણા ઘાયલોને લાવવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ પણ છે. જોકે, સારવાર દરમિયાન 25 વર્ષીય યુવતીનું મોત થયું હતું.
સુરક્ષા દળોએ બંને હુમલાખોરોને ઠાર માર્યા હતા
ઈઝરાયેલની નેશનલ એમ્બ્યુલન્સ સર્વિસના જણાવ્યા અનુસાર હુમલા બાદ તમામ ઘાયલોને સોરોકા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઘાયલોમાં એક 20 વર્ષની છોકરી પણ સામેલ છે. જેની હાલત અત્યંત ગંભીર છે. આ હુમલામાં ચાર 20 વર્ષના છોકરાઓ પણ ઘાયલ થયા છે, તેમની હાલત હાલ સ્થિર હોવાનું કહેવાય છે. હુમલા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર છે.
સાત દિવસમાં બીજો આતંકવાદી હુમલો
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં છેલ્લા સાત દિવસમાં સામૂહિક ગોળીબારની આ બીજી ઘટના છે. આ પહેલા 1 ઓક્ટોબરે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં એક શંકાસ્પદ આતંકવાદી હુમલો થયો હતો. આમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં 8 લોકોના મોત થયા હતા, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. આ હુમલો રેલવે સ્ટેશન પાસે જેરુસલેમ સ્ટ્રીટ પર થયો હતો. હુમલામાં બે બંદૂકધારી સામેલ હતા. અધિકારીઓએ જણાવ્યું કે બંને હુમલાખોરો માર્યા ગયા છે.