મધ્ય નાઇજિરીયામાં નાઇજર રાજ્યમાં એક નદીમાં બોટ પલટી જતાં ઓછામાં ઓછા 78 લોકોના મોત થયા છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, રાજ્ય પ્રબંધન એજન્સીના વડા અબ્દુલ્લાહી બાબા-અરહે કહ્યું કે શનિવારે વધુ 17 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બોટ ઈસ્લામિક તહેવારમાંથી 300થી વધુ લોકોને પરત લાવી રહી હતી. પરંતુ તે પછી અચાનક તે નદીમાં પલટી જતાં તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પાણીમાં તણાઇ ગયા હતા.
150 લોકોને બચાવી લેવાયા હતા
નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા તિનુબુના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 300 થી વધુ મુસાફરોને લઈને જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 78 મૃતદેહો મળી આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે મંગળવારે મોડી રાત્રે નાઈજર નદીમાં એક બોટ પલટી ગઈ હતી. આ અકસ્માત મોકવા સ્થાનિક સરકારી વિસ્તારમાં જેબ્બા ડેમ પાસે થયો હતો. 300માંથી લગભગ 150 લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે 78 લોકોના મોત થયા છે, ઘણા લોકો હજુ પણ લાપતા છે.
ગુમ થયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે
સ્થાનિક સત્તાવાળાઓએ અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે અકસ્માત થયો ત્યારે પીડિતો ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. તેમણે કહ્યું કે બોટમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો સવાર હતા. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે. બાબા-અરહે શુક્રવારે મીડિયાને જણાવ્યું કે ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
A boat capsizes in Lake Kivu, Democratic Republic of Congo, as it sailed from Minova to Goma. pic.twitter.com/7kdupvRhwN
— Cyprian, Is Nyakundi (@C_NyaKundiH) October 3, 2024
નાઈજીરિયાના રાષ્ટ્રપતિએ આ આદેશ જારી કર્યો છે
તે જ સમયે, રાષ્ટ્રપતિએ નેશનલ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી (NIWA) ને નાઇજર અને સમગ્ર દેશમાં બોટ દુર્ઘટનાઓની તપાસ કરવા માટે નિર્દેશ આપ્યો. તેમજ આવા બનાવો ન બને તે માટે તૈયારીઓ કરવા આદેશો આપવામાં આવ્યા છે. નાઇજિરિયન રાષ્ટ્રપતિએ NIWA ને પણ નિર્દેશ આપ્યો હતો કે ‘જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને રાત્રિ સફર પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે અંતર્દેશીય પાણીની દેખરેખનો વિસ્તાર વિસ્તૃત કરો.’