બેંગલુરુના એક એન્જિનિયરે ટેકનિકલ જગતમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જેની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર ઝડપથી થઈ રહી છે. આ એન્જિનિયરને ગૂગલ તરફથી 1.6 કરોડ રૂપિયાનું શાનદાર પેકેજ મળ્યું છે અને ખાસ વાત એ છે કે તેણે કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ પણ કર્યો નથી. તેની સેલેરી સ્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.
ગૂગલની આ ઓફરમાં ₹65 લાખનું બેઝ સેલરી પેકેજ, ₹9 લાખનું વાર્ષિક બોનસ, ₹19 લાખનું સાઈનિંગ બોનસ અને ₹5 લાખનું રિલોકેશન બોનસ શામેલ છે. પ્રથમ વર્ષમાં કુલ પેકેજ ₹1.64 કરોડ સુધી પહોંચે છે, જે આ વરિષ્ઠ સોફ્ટવેર એન્જિનિયર માટે મોટી છલાંગ માનવામાં આવે છે.
સેલરી સ્લિપ કોણે શેર કરી?
જેપી મોર્ગનના ડેવલપરએ આ સેલરી સ્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે પોસ્ટની સાથે તેણે લખ્યું, “10 વર્ષનો અદ્ભુત અનુભવ, ક્રેઝી ઑફર્સ.” આ જોતાની સાથે જ આ પોસ્ટ વાયરલ થઈ ગઈ અને ઓનલાઈન યુઝર્સે તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું.
what 10YOE can get you 😛
– crazy offers pic.twitter.com/1RVG5QRo8N
— Kartik Jolapara (@codingmickey) September 28, 2024
અનુભવથી મળેલી સફળતા
નોંધનીય બાબત એ છે કે આ એન્જિનિયર કોમ્પ્યુટર સાયન્સ સિવાયના અન્ય ક્ષેત્રનો છે અને છતાં તેને ગૂગલ તરફથી આટલી મોટી જોબ ઓફર મળી છે. તેમની પાસે 10 વર્ષનો અનુભવ છે અને ત્રીજા સ્તરની કૉલેજમાંથી સ્નાતક થયા છે. આ ઘટના દર્શાવે છે કે કોઈપણ મોટી નામાંકિત કોલેજમાંથી ડિગ્રી મેળવવી એ સફળતાની ગેરંટી નથી, પરંતુ અનુભવ અને મહેનતથી વ્યક્તિ ઊંચાઈએ પહોંચી શકે છે.
સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ
સોશિયલ મીડિયા પર આ સમાચાર પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકોએ તેને સામાન્ય ગણાવ્યું, જ્યારે અન્ય લોકોએ તેને એક મહાન સિદ્ધિ તરીકે જોયું. કાર્તિકે પોતે આ ઓફરને “લીપ” તરીકે જોઈ અને કહ્યું કે આટલા મોટા પેકેજની ઓફર તેના માટે આશ્ચર્યજનક હતી.