ઈન્ડિગો એરલાઈન્સની ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. કંપનીની બુકિંગ સિસ્ટમમાં મોટી ખામીને કારણે ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ છે. મળતી માહિતી મુજબ, કંપનીની બુકિંગ સિસ્ટમમાં ખામીને કારણે ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ હતી. રિપોર્ટ અનુસાર, એરલાઈન્સની બુકિંગ સિસ્ટમ ટેકનિકલ ખામીને કારણે બપોરે 12 વાગે ડાઉન થવા લાગી અને પછી એક કલાક પછી લગભગ 1 વાગે યોગ્ય રીતે કામ કરવા લાગી.
ટેક્નિકલ ખામીના કારણે ઈન્ડિગોનું સમગ્ર ફ્લાઈટ ઓપરેશન પ્રભાવિત થયું છે. દેશભરના એરપોર્ટ પર સેવા ઠપ્પ થઈ ગઈ. ટેકનિકલ ખામીને કારણે ઘણા મુસાફરો તેમની ફ્લાઈટ ચૂકી ગયા અને ઘણા લોકો તેમની ટિકિટ બુક કરી શક્યા ન હતા. આ સાથે એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરેશાન મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો અને આ મામલે DGCAના હસ્તક્ષેપની માંગ કરી.
ટ્વિટર પર પોસ્ટ કરીને ઈન્ડિગોએ લખ્યું છે કે અમારા નેટવર્કમાં અસ્થાયી મંદી જોવા મળી રહી છે. જેના કારણે વેબસાઈટ અને બુકિંગ સિસ્ટમને અસર થઈ રહી છે. જેના કારણે મુસાફરોને રાહ જોવી પડી રહી છે, જ્યારે લોકોને એરપોર્ટ પર ચેક ઇન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લાંબી લાઇનો જોવા મળી રહી છે.