ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી હતી. હવે ટીમ ઈન્ડિયાની નજર ટી20 સિરીઝમાં શાનદાર દેખાવ કરવા પર છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 T20 મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમે 13માં જીત મેળવી છે અને બાંગ્લાદેશની ટીમ માત્ર એક જ જીતવામાં સફળ રહી છે. ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. પ્રથમ મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમાશે.
સંજુ સેમસનને ઓપનિંગની જવાબદારી મળી શકે છે
અભિષેક શર્મા અને સંજુ સેમસન બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમ માટે ઓપનિંગની જવાબદારી નિભાવી શકે છે. આ બંને ખેલાડીઓ ટી20 ઈન્ટરનેશનલમાં ભારત માટે ઓપનિંગ કરી ચૂક્યા છે. અભિષેકે ભારત માટે 2 T20I મેચમાં ઓપનિંગ દરમિયાન 100 રન બનાવ્યા છે, જેમાં એક સદીનો સમાવેશ થાય છે. જ્યારે સંજુ સેમસને 5 T20I મેચમાં ઓપનિંગ દરમિયાન 77 રન બનાવ્યા છે. વિકેટકીપરની જવાબદારી પણ સંજુને આપવામાં આવી શકે છે.
શિવમ દુબે અને હાર્દિક પંડ્યા બંનેને પ્લેઈંગ 11માં જગ્યા મળી શકે છે
કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર ઉતરી શકે છે. સૂર્યાએ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે ટીમ માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો છે. તે મેદાનના કોઈપણ ખૂણામાં સ્ટ્રોક મારવાની ક્ષમતા ધરાવે છે. રેયાન પરાગને ચોથા નંબર પર અને પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યાને પાંચમા નંબર પર તક મળી શકે છે. શાનદાર બેટિંગની સાથે હાર્દિક મજબૂત બેટિંગમાં પણ માહેર છે. ફિનિશરની ભૂમિકા રિંકુ સિંહને મળી શકે છે. રિંકુ ડેથ ઓવરોમાં ઝડપી ગતિએ રન બનાવે છે અને લાંબા સિક્સર મારવા માટે જાણીતો છે. શિવમ દુબેને પણ પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે.
અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગ આક્રમણની જવાબદારી નિભાવતો જોવા મળશે. તેણે ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને સપોર્ટ કરવા માટે ટીમમાં હર્ષિત રાણા અથવા મયંક યાદવમાંથી એકને તક મળી શકે છે. આ બંનેએ હજુ સુધી ભારતીય ટીમ માટે એક પણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. શિવમ દુબે અને હાર્દિક પંડ્યા મધ્યમ ઝડપી બોલિંગ કરે છે અને તેમની પાસેથી પણ કેટલીક ઓવરો ફેંકી શકાય છે. વોશિંગ્ટન સુંદર અને
રવિ બિશ્નોઈને સ્પિન વિભાગમાં સ્થાન મળી શકે છે
બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 મેચ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, રિયાન પરાગ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.