ભારતીય ક્રિકેટ ટીમની પસંદગીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બાંગ્લાદેશ સામે 6 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને કેટલાક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જેથી ભવિષ્યની મેચો માટે ટીમનું યોગ્ય સંયોજન તૈયાર કરી શકાય.
આ સિલેક્શનમાં સૌથી વધુ ચર્ચા ઋતુરાજ ગાયકવાડની છે, જેને આ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ગાયકવાડ તાજેતરમાં શાનદાર ફોર્મમાં છે અને તેની ગણના ભારતના સૌથી પ્રતિભાશાળી T20 ખેલાડીઓમાં થાય છે. આવી સ્થિતિમાં તેની ટીમમાંથી બાકાત ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારી છે.
ટેસ્ટ ટીમમાં ત્રીજા ઓપનર તરીકે પસંદ થવાની શક્યતા
ઋતુરાજ ગાયકવાડને લઈને એક ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, રુતુરાજ ગાયકવાડને આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટેસ્ટ ટીમના ત્રીજા ઓપનર તરીકે જોવામાં આવી રહ્યો છે. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ ગાયકવાડને રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલના બેકઅપ તરીકે પસંદ કરવામાં આવી શકે છે. આ સંભવિત ભૂમિકાને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેને ટી20 શ્રેણીમાંથી આરામ આપ્યો છે અને ઈરાની ટ્રોફીમાં રમવાની તક આપી છે.
આગામી T20 શ્રેણીમાં, ભારતને નવા ખેલાડીઓની કસોટી કરવાની અને ભવિષ્ય માટે યોગ્ય ટીમ સંયોજન તૈયાર કરવાની તક મળશે. તે જ સમયે, ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરી ચર્ચાનો વિષય બની શકે છે, પરંતુ ટેસ્ટ ટીમમાં તેની સંભવિત ભૂમિકા તેની કારકિર્દી માટે નવી દિશા ખોલી શકે છે.
ગાયકવાડ ઈરાની ટ્રોફીમાં સુકાનીપદ સંભાળશે
રુતુરાજ ગાયકવાડને બાંગ્લાદેશ ટી20 શ્રેણીમાંથી બહાર થવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે તેને ઈરાની ટ્રોફી માટે ‘રેસ્ટ ઓફ ઈન્ડિયા’ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગાયકવાડ આ ટુર્નામેન્ટમાં રણજી ટ્રોફી વિજેતા મુંબઈ સામે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. પસંદગીકારોનું માનવું છે કે ગાયકવાડ માટે તેની રમતમાં વધુ સુધારો કરવાની આ એક સુવર્ણ તક છે, જેથી તે લાંબા ફોર્મેટ ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત કરી શકે.
આ પણ વાંચો – સર જાડેજાએ કાનપુરમાં રચ્યો ઇતિહાસ, બન્યો એશિયાનો બાદશાહ કર્યો મોટો રેકોર્ડ પોતાના નામે