મુંબઈમાં ભારે વરસાદને કારણે ફરી એકવાર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. બંગાળની ખાડી પર સર્જાયેલા ચક્રવાતના કારણે બુધવારે સાંજે 4 વાગ્યાની આસપાસ શરૂ થયેલો મુશળધાર વરસાદ લગભગ 11 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. વરસાદ દરમિયાન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિકને અસર થઈ હતી. મુંબઈમાં 5 કલાકમાં લગભગ 200 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.
અસરો અને નુકશાન:
- મૃત્યુ અને અકસ્માતો: વરસાદને કારણે 4 લોકોના મોત. અંધેરીમાં એક મહિલા નાળામાં તણાઈ ગઈ હતી અને કલ્યાણમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા હતા.
- ટ્રાફિક ખોરવાયોઃ સેન્ટ્રલ રેલ્વે પરની ટ્રેનો રોકવી પડી, ઘણા રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા અને 14 ફ્લાઈટને પણ ડાયવર્ટ કરવી પડી. રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ઘણા લોકો રસ્તાઓ, રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં કલાકો સુધી અટવાઈ પડ્યા હતા.
- સંદેશાવ્યવહાર સેવાઓને અસર: વૃક્ષો પડવાને કારણે કેટલાક વિસ્તારોમાં ફોન કનેક્શન અને ઈન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી
⚡️ CRAZY Lightning & Heavy Rain at Mulund right now! 🌧️ Mumbai’s weather has flipped! ⚡️ An absolutely stunning yet dangerous display of nature. Be safe out there, Mumbaikars! 🙏#MumbaiRains #Thunderstorms #ThunderCity #Mumbai pic.twitter.com/r8IfG00pSG
— Kiran Vaniya🇮🇳 (@kiranvaniya) September 25, 2024
🚨🇮🇳 HEAVY RAINFALL WITH STRONG FLOOD IN MUMBAI, INDIA
Heavy Rainfall:
– Waterlogging reported in several areas
– Stay indoors and take necessary precautions
– Avoid travel unless essential
Stay safe, stay informed!#MumbaiRains #PuneRains pic.twitter.com/7DbYprhWkQ
— Weather monitor (@Weathermonitors) September 25, 2024
વરસાદની માહિતી:
- કોલાબા ઓબ્ઝર્વેટરીમાં 70.4 મીમી અને સાંતાક્રુઝમાં 94.9 મીમી વરસાદ નોંધાયો હતો.
- માનખુર્દમાં 276 મીમી, ઘાટકોપરમાં 259 મીમી અને પવઈમાં 234 મીમી વરસાદ નોંધાયો હતો.
- સાંજે 5 થી 10 વાગ્યાની વચ્ચે, મુંબઈ શહેરમાં 87.79 મીમી વરસાદ, પૂર્વ ઉપનગરોમાં 167.48 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 95.57 મીમી વરસાદ નોંધાયો હતો.
-ટ્રેન નંબર 20111 CSMT-MAO કોંકણ કન્યા SF 25 સપ્ટેમ્બર 2024ના રોજ 23:00 કલાકે ઉપડવાની હતી અને તેને 26 સપ્ટેમ્બર 2024ના રોજ 01:30 કલાકે ઉપડવા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.
-ટ્રેન નંબર 11057 સીએસએમટી-એએસઆર અમૃતસર એક્સપ્રેસ 25 સપ્ટેમ્બર 2024ના રોજ 23:30 કલાકે ઉપડવાની હતી.
-ટ્રેન નંબર 18520 LTT-વિશાખાપટ્ટનમ 26 સપ્ટેમ્બર 2024 ના રોજ 06:55 કલાકે ઉપડવાની હતી હવે તેને 29 સપ્ટેમ્બર 2024 ના રોજ 07:55 કલાકે રીશેડ્યુલ કરવામાં આવી છે.
શહેરમાં કટોકટીની સ્થિતિ:
- લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ અને કુર્લા અને ઘાટકોપરના અન્ય મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ હતો.
- કેટલાક રેલવે સ્ટેશનો પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રેન સેવાઓ રદ કરવી પડી હતી, જેના કારણે લોકો સ્ટેશનો પર અટવાઈ પડ્યા હતા અને કેટલાક લોકો રેલવે ટ્રેક પર ચાલીને ઘરે પહોંચ્યા હતા.
Passengers, please Note Due to heavy rains and waterlogging in the Mumbai section, the following trains are rescheduled.@Central_Railway@YatriRailways pic.twitter.com/I2qVFoeBIS
— DRM Mumbai CR (@drmmumbaicr) September 25, 2024
સાવચેતી માટે અપીલ:
બીએમસી અને પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જ્યાં સુધી અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે અને સતર્ક રહે. આગામી થોડાક કલાકોમાં સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે, પરંતુ લોકોને વરસાદને લગતા જોખમોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.