નવા ત્રણ જિલ્લા (New Districts)ની રચના કરવા માટે રાજ્ય સરકારમાં હાલ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. નવા 3 જિલ્લાની જો રચના થાય તો ગુજરાતમાં જિલ્લાની સંખ્યા વધીને 36 થઇ જશે. મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યને વધારે 3 જિલ્લાઓ મળી શકે તેવી ચર્ચા વિચારણાએ જોર પકડ્યું છે. છેલ્લે 2013માં રાજ્ય સરકારે 7 નવા જિલ્લા જાહેર કર્યા હતા. જેના 11 વર્ષ બાદ ફરી એક વખત આ ચર્ચા જોવા મળી છે.
રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરુ
રાજકીય લેવલે ચાલતી ચર્ચા મુજબ રાજ્યના 33 જિલ્લા ઉપરાંત ત્રણ નવા જિલ્લાની રચના કરાય તે માટે રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરુ થઇ છે. વધતી જતી વસતી અને જિલ્લો બહુ મોટો હોય તો લોકોને અગવડ ના પડે તે સહિતના વિવિધ હેતુસર ત્રણ નવા જિલ્લા રચાય તેવી શક્યતા છે. ચાલતી ચર્ચા મુજબ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી ત્રણ નવા જિલ્લાની રચના કરાઇ શકે છે.
36 જિલ્લા અસ્તિત્વમાં
જેમાં બનાસકાંઠા, કચ્છ અને પાટણમાંથી રાધનપુર અથવા થરાદ નવો જિલ્લો બની શકે છે. ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બની શકે છે. તથા મહેસાણા અને ગાંધીનગરના કેટલાક ભાગ ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે તેવી વાતોએ જોર પકડ્યું છે. ત્યારે જો આમાંથી જિલ્લાઓની પસંદગી કરવામાં આવતા વધુ 3 નવા જિલ્લા બને તો ગુજરાતમાં 36 જિલ્લા અસ્તિત્વમાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા નવા જિલ્લાઓ છેલ્લે વર્ષ 2013 માં જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં અરવલ્લી, ગીર-સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા, બોટાદ, છોટા ઉદેપુર અને મહિસાગરને નવા જિલ્લાઓ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા
આ ઉપરાંત ગોઝારિયા, જેસર, ખેરગામ, શંખેશ્વર, સરસ્વતી, વાપી, વધઇ, જોટાણા, નેત્રંગ, સૂઇગામ, થાનગઢ, ગીરગઢડા, જૂનાગઢ સિટી, લાખણી, ધોલેરા, વીંછીયા, ફાગવેલ ગલતેશ્વર, બોડેલી, પોશીના, સંજેલી, સુબીરને નવા તાલુકાઓ તરીકે પણ જાહેર કરાયા હતા.
વિરમગામ નવો જિલ્લો બની શકે
ચાલતી ચર્ચા મુજબ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ એક નવો જિલ્લો બની શકે છે. અણદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ નવો જિલ્લો બની શકે છે.
વડનગર અને રાધનપુર નવો જિલ્લો બની શકે
જ્યારે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનું વિભાજન કરીને વડનગર જિલ્લો બની શકે છે તો બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના કેટલાક હિસ્સામાંથી રાધનપુર નવો જિલ્લો બની શકે છે
થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે
ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે છે. નવા જિલ્લાની રચના માટે હજી તો વિચારણા ચાલી રહી છે.
દિવાળી બાદ લેવાઈ શકે છે નિર્ણય
સરકાર દિવાળી બાદ આ નિર્ણય લઈ શકે છે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. ગુજરાત સરકારે નવા જિલ્લાના સીમાંકનની કાર્યવાહી વિસ્તાર અને હદને લઈ હાલ કામગીરી ચાલી રહી છે.કયા વિસ્તારમાંથી નવો જિલ્લો બની શકે તેની વાત કરીએ તો વડનગર-મહેસાણાનો વડનગર, ખેરાળુ, ઊંઝા, વિસનગર, સતલાસણા તાલુકા અને બનાસકાંઠાનો વડગામ તાલુકો વિરમગામ-અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ, તેમજ સુરેન્દ્રનગરના દસાડા તાલુકો રાધનપુર અથવા થરાદ- બનાસકાંઠાના રાધનપુર, વાવ, સૂઈગામ, લાખણી તાલુકા તેમજ પાટણનો સાંતલપુર તથા કચ્છનો રાપર તાલુકો