કર્ણાટક સરકારે રાજ્યના મુડીગેરે અને ચિક્કામગાલુરુ જિલ્લામાં આંગણવાડી શિક્ષક ઉમેદવારો માટે ઉર્દૂ ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવ્યું છે. આ નિર્ણય બાદ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપે સત્તાધારી કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને સાંસદ નલિનકુમાર કાતિલે આ પગલાની ટીકા કરી હતી, અને તેને ચોક્કસ સમુદાયને ભ્રમિત કરવા માટે રચાયેલ ખતરનાક રાજકીય વ્યૂહરચના ગણાવી હતી.
નલિનકુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે આપવાનો છુપાયેલો પ્રયાસ ફરી એકવાર કોંગ્રેસની કપટી નીતિનો પર્દાફાશ કરી રહ્યો છે.
ભાજપે સરકાર પાસે જવાબ માંગ્યો
ભાજપે સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી લક્ષ્મી હેબ્બાલકર પર પણ નિશાન સાધ્યું છે. કર્ણાટક ભાજપે અને મંત્રી લક્ષ્મી હેબ્બાલકર પરની પોસ્ટમાં કહ્યું કે કન્નડ કર્ણાટકમાં સત્તાવાર ભાષા છે, તો પછી ઉર્દૂ શા માટે ફરજિયાત છે? પોસ્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
કોંગ્રેસે સ્પષ્ટતા કરી
આ દરમિયાન કોંગ્રેસના નેતા પ્રસાદ ગૌડાએ પોતાની પાર્ટીનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પર કોઈ ખાસ ભાષામાં બોલવાનું દબાણ નથી. તેમણે ટાઈમ્સ નાઉને કહ્યું, “અમે કોઈની પર કોઈ પણ ભાષામાં બોલવા માટે દબાણ નથી કરી રહ્યા. જો કોઈ કન્નડ જાણતું હોય, તો તે કન્નડમાં વાત કરી શકે છે.”