મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ આતિશીએ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોનું જીવન બદલી નાખ્યું છે. પરંતુ બીજેપી લોકોને આ પસંદ ન આવતા કેજરીવાલને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.
આતિશીએ કહ્યું કે જ્યારે કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા છે ત્યારે તેમણે ફરીથી મુખ્યમંત્રીનું કામ સંભાળવાને બદલે જનતાની અદાલતમાં જવાનું વધુ સારું માન્યું છે. આગામી 4 મહિનામાં ચૂંટણી યોજાવાની છે.
આતિશીએ કહ્યું કે હું દિલ્હીનું કામ અટકવા નહીં દઉં. અરવિંદ કેજરીવાલ હવે જેલની બહાર છે. તેમના માર્ગદર્શન હેઠળ હું દિલ્હીની જનતાના તમામ પડતર કામો પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ.
ભારતીય જનતા પાર્ટીની સરકારે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું. તેમની સામે ખોટા કેસ દાખલ કરીને ધરપકડ કરી હતી. છ મહિનાથી વધુ સમય સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. તેમને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ તેઓ તૂટ્યા નહિ. સુપ્રીમ કોર્ટે તેમને એવા કેસમાં જામીન આપ્યા હતા જેમાં જામીન મળવા મુશ્કેલ છે.
આ મંત્રીઓ ‘આતિશી’ ઇનિંગ રમવામાં દિલ્હી સરકારનું સમર્થન કરશે, જાણો કોણ છે AAPના પાંચ નેતા