એરપોર્ટ પર ખાવા-પીવાની ચીજવસ્તુઓ આટલી મોંઘી કેમ છે તે અંગે સોશિયલ મીડિયા પર વારંવાર ચર્ચા થાય છે. હવે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે કોલકાતા એરપોર્ટ પર ચાના ભાવ અંગે ટ્વીટ કર્યું છે. તેમના ટ્વિટ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ આ કિંમતોને લઈને કેટલા ગુસ્સે છે. તેમનું આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું રેસ્ટોરન્ટનું નામ ધ કોફી બીન એન્ડ ટી લીફ છે.”
પૂર્વ નાણામંત્રીએ વધુમાં કહ્યું, “થોડા વર્ષો પહેલા મને ખબર પડી કે ચેન્નાઈ એરપોર્ટ પર ગરમ પાણી અને ટી બેગમાંથી બનેલી ચાની કિંમત 80 રૂપિયા છે. મેં તે સમયે આ વિશે ટ્વિટ પણ કર્યું હતું. AAIએ તેની નોંધ લીધી હતી અને જરૂરી પગલાં લીધાં હતાં. “એવું લાગે છે કે તામિલનાડુ કરતાં પશ્ચિમ બંગાળમાં મોંઘવારી વધુ છે.”
નેટીઝન્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે
ચિદમ્બરમની પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ. આ પોસ્ટ પર નેટીઝન્સ તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું- ગરમ પાણી અને ટી બેગની કિંમત 10 રૂપિયા છે, AAIનો નફો 10 રૂપિયા છે અને બાકીના 320 રૂપિયા અલગ-અલગ ઓથોરિટી પાસે જઈ રહ્યા છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં આ પોસ્ટને 1.14 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 540 કોમેન્ટ્સ થઈ ચૂકી છે.