સીઈઓ સાથે સંબંધ હોવાને કારણે એક ભારતીય મહિલા પર ભારે નુકસાન થયું છે. મામલો અમેરિકાનો છે, જ્યાં એક ભારતીય મૂળની મહિલાએ કંપનીના અધિકારી સાથે સંબંધ હોવાના કારણે નોકરી ગુમાવી દીધી હતી. જોકે, બંને વચ્ચેના સંબંધો સહમતિના હતા. કંપનીની દલીલ છે કે બંનેએ નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે. ખાસ વાત એ છે કે આ મહિલા અગાઉ ગોલ્ડમેન સૅક્સ જેવી મોટી સંસ્થામાં કામ કરી ચૂકી છે. (indian-origin lawyer in us)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય મૂળની નબનિતા નાગને સીઈઓ સાથેના સંબંધોના કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે. આ પગલું અમેરિકાની રેલ માર્ગ પરિવહન કંપની નોર્ફોક સધર્ન દ્વારા લેવામાં આવ્યું છે. તે કંપનીમાં ચીફ લીગલ ઓફિસર તરીકે ફરજ બજાવતી હતી. જો કે આ સિવાય કંપનીના સીઈઓ એલન શોને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
US
નાગ 2020 માં નોર્ફોક સધર્નમાં જનરલ કાઉન્સેલ તરીકે જોડાયા હતા. તેણી 2022 માં વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને મુખ્ય કાનૂની અધિકારી બન્યા અને 2023 માં કોર્પોરેટ બાબતોના કાર્યકારી ઉપપ્રમુખ અને મુખ્ય કાનૂની અધિકારી બનાવવામાં આવ્યા. તે અગાઉ જનરલ કાઉન્સેલ તરીકે ગોલમેન સૅક્સનો પણ ભાગ રહી ચૂકી છે. ( inappropriate workplace relationship,)
કંપની શું કહે છે
બંને વચ્ચે સહમતિથી સંબંધ હોવા છતાં કંપની દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નોર્ફોક સધર્ન કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંનેએ કંપનીની નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે અને સંબંધોમાં આવીને એથિક્સ કોડની પણ અવગણના કરી છે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે શૉની સમાપ્તિ કંપનીની કામગીરી અને નાણાકીય રિપોર્ટિંગ સાથે સંબંધિત નથી.