ગુજરાત રાજ્યમાં લોકરક્ષક અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની ભરતી માટે મોટી સંખ્યામાં અરજીઓ આવી છે. આ ભરતીની પ્રક્રિયા માટે ઉમેદવારોની પ્રથમ તબક્કામાં એપ્રિલ મહિનામાં અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં PSI માટે 4.47 લાખ અને લોકરક્ષક માટે 9.70 લાખ અરજીઓ મળી હતી. ઓગસ્ટ મહિનામાં યોજાયેલા બીજા તબક્કામાં PSI માટે 51,800 અને લોકરક્ષક માટે 1.35 લાખ ઉમેદવારોની અરજીઓ નોંધાઈ છે. આ રીતે કુલ PSI માટે 4.99 લાખ અને લોકરક્ષક માટે 11.05 લાખ અરજીઓ થઇ છે.
- પોલીસ ભરતી અંગે મહત્વની માહિતી
- નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે
- ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે
- PSIની ભરતીમાં બે લેખિત પરીક્ષા લેવાશે
- શારીરિક પરીક્ષા પછી તરત જ લેખિત પરીક્ષા લેવાશે
- પોલીસ ભરતીના બીજા તબક્કામાં 1.54 લાખ અરજીઓ મળી
- PSIની ભરતી માટે 4.99 લાખ અરજી મળી
- લોકરક્ષકની ભરતી માટે 11.5 લાખ અરજી
PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી
PSI અને લોકરક્ષક બંને માટે ઉમદા ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવા માટે નવેમ્બર મહિનામાં PSI માટે શારીરિક કસોટી યોજવામાં આવશે. PSIની કસોટી પૂર્ણ થયા પછી લોકરક્ષકની શારીરિક કસોટી યોજાશે. હજી પણ ઉમેદવારી માટે ચાંપતી સ્પર્ધા છે, જેમાં PSI અને લોકરક્ષક માટે બંનેમાં ઉમેદવારી કરનારા ઉમેદવારોને માત્ર એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે.
ઉમેદવારોને મહેનત કરીને પરીક્ષાઓ પાસ કરવા અપીલ
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારોને કડક ચેતવણી આપી છે કે તેઓએ છેતરપિંડી કરનારા લોકોથી દૂર રહેવું જોઈએ. હસમુખ પટેલે કહ્યું “ગત વખતે આપણે છેતરપિંડી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરી હતી અને તે ઉમેદવારો સામે પણ કાનૂની કાર્યવાહી કરી હતી જેમણે આ રીતે ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો,”
તેમણે પરીક્ષા માટે કહ્યું કે, નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે. પીએસઆઈમાં બે પેપર લેવામાં આવશે. પીએસઆઈની બે લેખિત પરિક્ષા લેવાશે. શારીરિક પરિક્ષા પછી તરત જ પીએસઆઈની લેખિત પરિક્ષા લેવાશે. પીએસઆઈ ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે.
સાથે જ તેમણે ઉમેદવારોને સલાહ આપતા કહ્યું કે, ઉમેદવારો મહેનત કરીને પરીક્ષા પાસ થાય છે, તેથી ધૂતારાઓથી દૂર રહે. ગત વખતે છેતરનાર લોકો સામે કાર્યવાહી કરી અને ઉમેદવારો સામે પણ કાર્યવાહી કરાઈ છે. ઉમેદવારોને અપીલ કે આવી કોઈ લાલચમાં ન પડે. કુલ અરજી સંખ્યા પીએસઆઈ ૪.૯૯ લાખ તે લોકરક્ષકની ૧૧.૦૫ લાખ અરજી થઈ છે.