મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને NCP (SP)ના નેતા અનિલ દેશમુખે મંગળવારે CBI મારફતે તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જવાબદાર ઠેરવ્યા હતા. અનિલ દેશમુખે દાવો કર્યો છે કે તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવી શકે છે અને ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. આ પછી બંને નેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં પેન ડ્રાઈવ રજૂ કરી હતી જેના આધારે સીબીઆઈએ કેસ નોંધ્યો છે. આ પછી અનિલ દેશમુખની પહેલી પ્રતિક્રિયા આવી છે.
નાગપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા અનિલ દેશમુખે જણાવ્યું હતું કે, “CBIએ દેવેન્દ્ર ફડણવીસના કારણે ચાર વર્ષ જૂના જલગાંવ કેસને હાથમાં લઈને મારી વિરુદ્ધ FIR નોંધી છે. તેઓ રાજ્યના ગૃહ પ્રધાન તરીકે મારા પર પોતાનો પ્રભાવ વાપરી રહ્યા છે.” ભાજપના નેતા ગિરીશ મહાજનના કેસમાં પોલીસ પર દબાણ કરીને મારા પર એવો જ આરોપ લગાવવામાં આવ્યો છે કે, દેવેન્દ્ર ફડણવીસના કારણે ગમે ત્યારે મારી ધરપકડ થઈ શકે છે હું તેના માટે તૈયાર છું.”
અનિલ દેશમુખ
ભાજપના નેતાઓને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ
અગાઉ 4 સપ્ટેમ્બરે સીબીઆઈએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત ચાર અન્ય લોકો વિરુદ્ધ ભાજપના નેતાઓને ખોટા કેસમાં ફસાવવા બદલ કેસ નોંધ્યો હતો. આ મામલામાં પ્રવીણ ચવ્હાણ, વિજય પાટીલ, પૂર્ણિમા ગાયકવાડ, તત્કાલીન ડીસીપી સુષ્મા ચવ્હાણ, એસીપી, તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ અને અન્ય અજાણ્યા અધિકારીઓ અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ ધરાવતી પેન ડ્રાઇવ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને તત્કાલીન વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે સોંપી હતી. બાદમાં તેને મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક દ્વારા તપાસ માટે CIDને સોંપવામાં આવી હતી.
મણિપુરમાં ફરી સ્થિતિ બગડી , ઈમ્ફાલ સહિત આ ત્રણ જિલ્લામાં કરવામાં આવ્યું કરફ્યુ