ભારતની સાથે સાથે આ મુસ્લિમ દેશમાં પણ છે ગણપતિ બાપ્પાની ધૂમ,: હિન્દુ ધર્મમાં ગણેશજીની પૂજા તમામ દેવી-દેવતાઓમાં સૌથી પહેલા કરવામાં આવે છે. આજે ગણેશ ચતુર્થી પર ગણેશજી વિશે એક એવી જ વિશેષ વાત જાણીએ જે કોઇ ભાગ્યે જ જાણતું હશે. શું તમે ક્યારેય નોટ પર છપાયેલા ગણેશનું ચિત્ર જોયું છે? કદાચ નહીં જોયું હોય, પણ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં ગણેશજીની તસવીર નોટ પર બિરાજમાન છે. ચાલો જાણીએ કે ગણપતિ ત્યાં કેમ નોટ પર કેમ છપાયેલા છે.
વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ઇન્ડોનેશિયમાં તેમની ચલણી નોટ પર ગણપતિ છાપવામાં આવ્યાં છે. ત્યાનું ચલણ ભારતના ચલણ જેટલું જ લોકપ્રિય છે. ઇન્ડોનેશિયામાં લગભગ 87.5 ટકા વસ્તી ઇસ્લામ ધર્મમાં વિશ્વાસ કરે છે. ત્યા માત્ર ત્રણ ટકા હિંદુ વસ્તી છે. ત્યાં 20 હજારની નોટ પર ભગવાન ગણેશનો ફોટો છે.
હિન્દુ શાસકોનું રાજ
ઇન્ડોનેશિયાનું ચલણ રૂપૈયા કહેવાય છે. જો તમે 20 હજાર રૂપિયાની નોટ પર નજર નાખો તો તેમાં ગણેશજીની તસવીર જોવા મળશે. એવું માનવામાં આવે છે કે ભૂતકાળમાં ઇન્ડોનેશિયા હિન્દુ શાસનના પ્રભાવ હેઠળ હતું. પ્રથમ સદીમાં, તેના પર હિન્દુ શાસકોનું શાસન હતું, તેથી ધર્મ અને સંસ્કૃતિમાં હિન્દુઓની છાપ દેખાય છે. ઇન્ડોનેશિયામાં હિન્દુ દેવી -દેવતાઓની મૂર્તિઓ અને મંદિરો અનેક સ્થળોએ બનાવવામાં આવેલા છે.
ગણેશજીની તસવીર
કરન્સી નોટ પર ઇન્ડોનેશિયાએ ગણેશજી અને હજર દેવંતારાને સમાન જગ્યા આપી છે. ગણેશજી કળા, વિજ્ઞાન અને બુદ્ધિના દેવતા છે, જ્યારે દેવંતારા ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેમના દેશમાં શિક્ષણ વ્યવસ્થાનો પાયો નાખ્યો હતો. નોટની પાછળની બાજુએ વર્ગખંડનું ચિત્ર કહે છે કે ઇન્ડોનેશિયામાં શિક્ષણ સૌથી મહત્વની બાબત છે. આ મહત્વ ગણેશજી, દેવંતારાની સમકક્ષ માનવામાં આવે છે.
ભારતની સાથે સાથે આ મુસ્લિમ દેશમાં પણ છે ગણપતિ બાપ્પાની ધૂમ,
ઇન્ડોનેશિયામાં રામાયણ-મહાભારત
ઇન્ડોનેશિયામાં હિન્દુ પ્રેમનું ઉદાહરણ રામાયણ અને મહાભારત દ્વારા પણ પ્રતિબિંબિત થાય છે. ત્યાં રામાયણ અને મહાભારતની કથા ઘરે ઘરે કહેવામાં આવે છે. રામાયણ અને મહાભારત પર આધારિત નાટકોનું પણ આયોજન કરવામાં આવે છે. જકાર્તા સ્ક્વેર પર કૃષ્ણ-અર્જુનની પ્રતિમા છે. ઇન્ડોનેશિયાની સેના હનુમાનજીને પોતાના ગુરુ માને છે. જો તમે બાલી ટુરિઝમનો લોગો જોશો, તો તમને હિંદુ પ્રાચીન કથા અને વાર્તાઓનો સંપૂર્ણ સમાવેશ જોવા મળશે. ઇન્ડોનેશિયામાં બાંગડૂંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખૂબ પ્રખ્યાત છે, જેનો લોગો ગણેશ પર આધારિત છે.
આ દેશમા ગણેશ જ નહી ઇન્ડોનેશિયન આર્મીના શુભચિહ્ન હનુમાનજી છે અને ત્યાના પ્રખ્યાત પ્રવાસી ડેસ્ટિનેશન પર અર્જુન અને કૃષ્ણની પ્રતિમા લાગેલી છે.
ઇન્ડોનેશિયામાં 20 હજારની નોટ પર સામે ભગવાન ગણેશની તસવીર અને પાછળના ભાગમાં ક્લાસરુમની તસવીર છે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત નોટ પર ઇન્ડોનેશિયાના પ્રથમ શિક્ષણ પ્રધાન દેવાંત્રાની તસવીર પણ છે. દેવાંત્રા ઇન્ડોનેશિયાની આઝાદીના નાયક રહ્યા છે.
ગણેશજીનો ફોટો નોટ પર શા માટે છે ?
1997 માં એશિયાના લગભગ તમામ દેશોના ચલણની વેલ્યું નીચી આવી હતી. એવો કોઈ દેશ નહોતો કે જેની અર્થવ્યવસ્થા તૂટી ન હોય. એક ક્વોરા વપરાશકર્તાએ ઇન્ડોનેશિયાના નાણામંત્રીને ટાંકીને આ વાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે જ્યારે તમામ એશિયન દેશો તેમની ચલણના અવમૂલ્યનથી પરેશાન હતા ત્યારે કોઈએ નોટ પર ગણેશજીની તસવીર લગાવવાની સલાહ આપી હતી.
ઇન્ડોનેશિયાએ પણ એવું જ કર્યું અને અવમૂલ્યનથી છૂટકારો મેળવ્યો. તે પછી એવું ક્યારેય બન્યું નથી કે ઇન્ડોનેશિયાએ ચલણના અવમૂલ્યનનો સામનો કર્યો હોય. આ કેટલું સાચું છે તે અંગે કોઈ નક્કર પુરાવા નથી, પરંતુ લોકો આવું કહે છે. ત્યારથી ભગવાન ગણેશની તસવીર ઇન્ડોનેશિયાની નોટ પર છે.