ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બન્યા બેફામ: ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો રહે છે. ત્યારે અમદાવાદથી વધુ એક વાર મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. કરોડો રુપિયાના ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 200 કિલોથી વધુ ગાંજો અને એમ.ડી સહિત ડ્રગ્સનું કન્ટેનર મળી આવ્યુ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટ્રક ઝડપી પસી હતી. જેમાં તપાસ દરમિયાન ટ્રકમાંથી સૂકવેલો ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મોટી માત્રમાં મળી આવ્યું હતું. અંદાજિત 200 કિલોથી વધુ ગાંજો અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બન્યા બેફામ:
આ જથ્થા સાથે ઓડિશાના ત્રણ શખસની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં આ જથ્થો લઈને આવ્યા હતા. વટવા GIDCમાં આ ગાંજો-ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને મુદામાલ સાથે ઝડપી લીધા છે.
ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતર્યો હોવાની ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. 1100 કિલો ડ્રગ્સ ઓડિશાથી ટ્રકમાં આવતો હોવાની માહિતી મળી હતી. ડ્રગ્સનો જથ્થો વટવા જીઆઇડીસીમાં ઉતારવાનો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ અન્ય કઇ જગ્યા પર ઉતારવામાં આવ્યો હતો તેને લઇને પણ તપાસ કરવામાં આવી છે.