Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. પેરા-બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમારે મેન્સ સિંગલ બેડમિન્ટન SL3માં ગોલ્ડ મેડલ જીત્યો છે.
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. પેરા-બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમારે મેન્સ સિંગલ બેડમિન્ટન SL3માં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ભારતે કુલ 9 મેડલ જીત્યા છે. ફાઇનલમાં નીતિશ કુમારનો મુકાબલો ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલ સામે થયો હતો. આ બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. નીતિશે પહેલી ગેમ જીતી લીધી હતી, પરંતુ ડેનિયલ બેથેલે બીજી ગેમમાં વાપસી કરી હતી. જોકે, ત્રીજા રાઉન્ડમાં ફરી એકવાર નિતેશ ડેનિયલ બેથેલને પછાડીને ભારતને તેનું બીજું ગોલ્ડ અપાવ્યું હતું.
નિતેશ કુમારે જોરદાર રમત બતાવી હતી
નીતીશ કુમાર અને ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલ વચ્ચે ફાઇનલમાં જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. નીતિશ કુમારે પહેલો સેટ 21-14થી જીત્યો હતો. એક સમયે બીજા સેટમાં બંને ખેલાડીઓ 16-16થી બરાબરી પર હતા. આ પછી ડેનિયલ બેથેલે વાપસી કરી અને સેટ 18-21થી જીતી લીધો. ત્રીજા સેટમાં નીતીશ કુમારે ગ્રેટ બ્રિટનના ખેલાડીને કોઈ તક આપી ન હતી અને 23-21થી જીત મેળવી હતી. પેરાલિમ્પિક્સમાં નિતેશનો આ પહેલો ગોલ્ડ છે.
જાપાનના ખેલાડીને હરાવીને સ્થાન બનાવ્યું હતું
ભારતીય પેરા બેડમિન્ટન ખેલાડી નીતીશ કુમારે અગાઉ રવિવારે (1 સપ્ટેમ્બર) સેમી ફાઇનલમાં જાપાનના દૈસુકે ફુજીહારાને સીધી ગેમમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે 48 મિનિટ સુધી ચાલેલી મેચમાં જાપાનના દૈસુકે ફુજીહારાને 21-16, 21-12થી હરાવ્યો હતો.