Sports News: ભારતના દિગ્ગજ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ સ્વતંત્રતા દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
ભારતીય ક્રિકેટ ટીમ માટે 3-3 ICC ટ્રોફી જીતનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને થાલાના નામથી પણ ઓળખવામાં આવે છે. તે IPLમાં ધોનીના મિત્ર અને ભારતના સ્ટાર ખેલાડી સુરેશ રૈનાને ચિન્ના થાલા કહેતો હતો. 15 ઓગસ્ટે આ બંને દિગ્ગજો દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા.
ધોની અને રૈનાએ તે જ દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બંને ખેલાડીઓએ અંતિમ નિવૃત્તિ લેવા માટે સ્વતંત્રતા દિવસ કેમ પસંદ કર્યો? સુરેશ રૈનાએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
જ્યારે ભારતના લોકો 15 ઓગસ્ટ 2020 ના રોજ 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા હતા. એ જ દિવસે મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પોતાના ચાહકોને દુઃખી કર્યા હતા. ધોનીની સાથે રૈનાએ પણ સંન્યાસ લઈ લીધો હતો. રૈનાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે શા માટે બંને 15 ઓગસ્ટે નિવૃત્ત થયા.
સુરેશ રૈનાએ કહ્યું કે અમે બંનેએ પહેલાથી જ આનું પ્લાનિંગ કર્યું હતું. ધોનીની જર્સી નંબર સાત હતો અને મારી જર્સી નંબર ત્રણ હતો. જો આપણે આ બંનેને એકસાથે રાખીએ તો તે 73 થશે. જ્યારે 15મી ઓગસ્ટે ભારત 73મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો હતો. તેથી અમે વિચાર્યું કે આનાથી વધુ સારો દિવસ ન હોઈ શકે.
રૈનાએ વધુમાં જણાવ્યું કે ધોનીએ વર્ષ 2004માં બાંગ્લાદેશ સામે ડેબ્યૂ કર્યું હતું. મેં વર્ષ 2005માં શ્રીલંકા સામે ડેબ્યુ કર્યું હતું. અમે બંનેએ અમારી ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી અને પછી આઇપીએલ સાથે.
સુરેશ રૈના ત્રણેય ફોર્મેટમાં ભારત તરફથી રમતા જોવા મળ્યા છે. રૈનાએ ભારત માટે 226 ODI મેચ રમી છે જેમાં તેણે 5615 રન બનાવ્યા છે. બોલિંગમાં તેના નામે 36 વિકેટ છે. રૈનાએ 18 ટેસ્ટ મેચ અને 78 ટી20 મેચ પણ રમી છે. જેમાં તેણે 768 અને 1605 રન પોતાના નામે કર્યા છે.