PM OF JAPAN
Japan : કિશિદાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં તેમની પાર્ટીના ઘણા નેતાઓની સંડોવણી સામે આવી છે, જેના કારણે તેમની લોકપ્રિયતાનું સ્તર 20 ટકાથી નીચે આવી ગયું છે.
જાપાનને ટૂંક સમયમાં નવા વડાપ્રધાન મળવા જઈ રહ્યા છે. વર્તમાન પીએમ ફ્યુમિયો કિશિદાએ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)ના અધિકારીઓને કહ્યું છે કે તેઓ સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત પાર્ટીના વડા પદ માટેની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે નહીં. જાપાનની સરકારી ટીવી ચેનલ ‘NHK’ના સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. આ નિર્ણય સાથે તેમણે પીએમ બનવાની રેસ છોડી દીધી.
Japan
કિશિદા સપ્ટેમ્બર 2021માં એલડીપીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ આ વર્ષે સપ્ટેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. NHK સમાચાર અનુસાર, LDP પ્રમુખ પદની રેસમાંથી કિશિદાના બહાર થવાનો અર્થ એ છે કે પાર્ટીના વડા તરીકે ચૂંટાયેલા આગામી નેતા તેમના સ્થાને દેશના વડા પ્રધાન બનશે, કારણ કે LDPને જાપાનની સંસદના બંને ગૃહોમાં બહુમતી પ્રાપ્ત થઈ છે .
કિશિદાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં તેમની પાર્ટીના ઘણા નેતાઓની સંડોવણી સામે આવી છે, જેના કારણે તેમની લોકપ્રિયતાનું સ્તર 20 ટકાથી નીચે આવી ગયું છે.
Japan, Narendra Modi, Quad, Quad Alliance, PM Modi in Japan
જાપાન, નરેન્દ્ર મોદી, ક્વાડ, ક્વાડ એલાયન્સ, Narendra Modi, Quad, Quad Alliance, PM Modi in Japan