Air India News Update
Air India: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એર ઈન્ડિયાએ ઈઝરાયેલ માટે તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. શુક્રવારે એરલાઈને માહિતી આપી હતી કે 8 ઓગસ્ટ સુધીની તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
Contents
મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતાઃ એર ઈન્ડિયા
કંપની ઈઝરાયેલની સ્થિતિ પર નજર રાખી રહી છે. કંપનીએ કહ્યું કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.
Air India ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી છે
તમને જણાવી દઈએ કે તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાના મોત બાદ ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયેલને હુમલાની ચેતવણી આપી છે. ઈરાનની ચેતવણી બાદ મધ્ય એશિયા ક્ષેત્રમાં સ્થિતિ તંગ છે. તે જ સમયે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે.