Earthquake Update 2024
Earthquake : હિમાચલ પ્રદેશના લૌહાલ સ્પીતિમાં 3.2ની તીવ્રતાના ભૂકંપથી પહાડી વિસ્તાર હચમચી ગયો હતો. ભાગ્યની વાત એ છે કે કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી. શુક્રવારે સવારે લગભગ 09.45 વાગ્યે પૃથ્વીની અંદર કંપન અનુભવાયું હતું. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ઘણી ઓછી હતી. આનાથી કોઈને કોઈ નુકસાન થયું નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આ ભૂકંપ હિમાચલ પ્રદેશમાં શુક્રવારે 32.67 ઉત્તર અક્ષાંશ અને 76.76 પૂર્વ રેખાંશ રેખા નજીક આવ્યો હતો. આ તેનું કેન્દ્રબિંદુ હતું અને ભૂકંપની ઊંડાઈ 5 કિલોમીટર હતી. આ પહેલા ગુરુવારે લાહૌલ સ્પીતિમાં સવારે લગભગ 1 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા પણ 3.2 હતી.