Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે બીજો દિવસ ખૂબ જ ખાસ હતો જેમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતીને મેડલ ટેબલમાં દેશનું ખાતું ખોલાવ્યું હતું. શૂટિંગમાં જ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં 20 વર્ષીય ભારતીય શૂટર રમિતા જિંદાલે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 5મું સ્થાન મેળવીને મેડલ ઈવેન્ટ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. Paris Olympics 2024 રમિતા ઉપરાંત, ભારતની ઇલાવેનિલ વાલારિવાને પણ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લીધો હતો પરંતુ તે 6 શ્રેણી પછી 10મા ક્રમે રહી હતી જેના કારણે તે મેડલ ઇવેન્ટમાં જગ્યા બનાવી શકી ન હતી. રમિતાએ ક્વોલિફિકેશન રાઉન્ડની તમામ છ શ્રેણીમાં 104થી વધુનો સ્કોર કર્યો હતો.
રમિતાએ આ મોટું પરાક્રમ કર્યું
ઓલિમ્પિકના ઈતિહાસમાં રમિતા 20 વર્ષ પછી શૂટિંગ રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે. રમિતાએ 2023માં બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને પેરિસ ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. Paris Olympics 2024 રમિતાનો જન્મ હરિયાણામાં થયો હતો જ્યાંથી તેણે તેની શૂટિંગની સફર પણ શરૂ કરી હતી. રમિતાએ વર્ષ 2021માં આયોજિત જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલાઓની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 19મી એશિયન ગેમ્સમાં રમિતા સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.
Paris Olympics 2024 મેડલ ઈવેન્ટ 29મી જુલાઈના રોજ યોજાશે
રમિતા જિંદાલે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 6 સિરીઝમાં કુલ 631.5નો સ્કોર કર્યો હતો. Paris Olympics 2024 જો આ ઈવેન્ટની ફાઈનલ મેચની વાત કરીએ તો તે 29 જુલાઈએ ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે રમાશે. દરેકને આશા છે કે રમિતા 10 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકર જેવું પ્રદર્શન કરે.
Paris Olympics 2024: મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, આવું કરનારી બની પ્રથમ ભારતીય મહિલા