Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાની નજીક સિમથાન-કોકરનાગ રોડ પર એક ભયાનક અકસ્માત થયો હતો. એક વાહન ખાડામાં પડી જતાં પાંચ બાળકો સહિત આઠ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. Jammu Kashmir કારમાં સવાર તમામ લોકો કિશ્તવાડથી આવી રહ્યા હતા.
કાર રસ્તા પર ખાડામાં ખાબકી હતી
મળતી માહિતી મુજબ, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના દક્ષમ વિસ્તાર પાસે શનિવારે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં એક વાહન પલટી જવાથી 8 લોકોના મોત થયા હતા. Jammu Kashmir આ 8 લોકોમાંથી બે સગીર હતા. અધિકારીઓએ જણાવ્યું કે, JK03H 9017 રજીસ્ટ્રેશન ધરાવતું સુમો વાહન ડાકસુમ પાસે કાબૂ ગુમાવી દીધું અને રોડ પરથી નીચે ઊતરી ગયું.
Jammu Kashmir આ ઘટનામાં 8 લોકોના મોત થયા હતા
આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે, કારમાં એક જ પરિવારના 8 લોકો હતા, જેમાં 5 બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. તેની સાથે એક વ્યક્તિ પણ હતી. આ પરિવાર કિશ્તવાડથી આવી રહ્યો હતો. આ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો કિશ્તવાડના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ, પરિવાર કિશ્તવાડથી સિંથાન ટોપ થઈને મારવાહ જઈ રહ્યો હતો. ત્યારબાદ તેમના વાહનને નુકસાન થયું હતું.
Cyclone Update: થઇ જાઓ સાવધાન! આવી રહ્યું છે ચક્રવાતી તોફાન, હવામાનશાસ્ત્રીઓની ચેતવણી