SL Coach’s Big Move
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી 3 ટી-20 મેચની સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે અને શ્રીલંકન ટીમનું નેતૃત્વ ચરિથ અસલંકા કરશે. ટીમ ઈન્ડિયા શ્રેણી રમવા માટે શ્રીલંકા પહોંચી ગઈ છે અને નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. આ દરમિયાન શ્રીલંકન ટીમના કોચ સનથ જયસૂર્યાએ ભારતીય ટીમ સામે માઇન્ડ ગેમ રમી છે.
શ્રીલંકાના કોચે શું કહ્યું?
શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યાએ કહ્યું કે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાની ગેરહાજરીને કારણે ભારતના પ્લેઇંગ-11માં સર્જાયેલા ગેપનો લાભ લેવા શ્રીલંકાની ટીમ પ્રયાસ કરશે. IND vs SL ભારતીય ટીમને આ ત્રણ મોટા સ્ટાર ખેલાડીઓની ખોટ પડશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ છે. તેની પ્રતિભા અને તેણે જે પ્રકારનું ક્રિકેટ રમ્યું છે તેને જોઈને આપણે બધા જાણીએ છીએ કે તે કયા સ્તરે છે.
IND vs SL ટીમમાં કેમ નથી રોહિત શર્મા-વિરાટ કોહલી?
IND vs SL ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ જ ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. આ બંનેની સાથે ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટને અલવિદા કહી દીધું. IND vs SL આ કારણે ત્રણેય ખેલાડીઓ શ્રીલંકા સામેની ટી-20 ક્રિકેટ સિરીઝમાં નથી રમી રહ્યા. વિરાટ કોહલી અને રોહિત શર્માને શ્રીલંકા સામેની વનડે ક્રિકેટ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે રવિન્દ્ર જાડેજાને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.