Latest News
Drugs Seized : ડ્રગ્સ માફિયાઓ હવે આંતરરાજ્યથી બાય રોડ ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યા છે. ખેડા જિલ્લાના સેવાલીયા પાસેથી પરપ્રાંતીય ઈસમ પાસેથી રૂપિયા 14.90 લાખનું મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે આ ઈસમની અટકાયત કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં ડીલીવર કરવાનું હતું તે દિશામાં પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આ ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ શહેરમાં પહોંચાડવાનુ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Drugs Seized
સેવાલીયા પોલીસ અને ડાકોર સીપીઆઈએ ગુપ્ત બાતમીના આધારે ગતરોજ મોડી સાંજે એક ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ઉપરોક્ત પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સેવાલીયા બસ સ્ટેન્ડ નજીક રેલવે કોલોની પાસે એક શંકાસ્પદ ઈસમ ડ્રગ્સ લઈને આવનાર છે. જેથી પોલીસે ત્યાં પહોંચતા શંકાસ્પદ ઈસમને જોતા યુવકને કોર્ડન કરી પુછપરછ આદરી હતી. Drugs Seized
સૌપ્રથમ નામઠામ પુછતા આ ઈસમે પોતાનું નામ ગોપાલ નઘુલાલ મહેર (રહે.દુધાલીયા, ઝાલાવાર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે આ ગોપાલ પાસે રહેલ બેગની તપાસ કરતાં અંદરથી પીળાશ પડતો ભૂકા જેવો પાવડર મળી આવ્યો હતો. FSL એ પાવડરના જથ્થાનુ પરિક્ષણ કરતા મેફેડ્રોન નામનું ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો હતો. Drugs Seized ડ્રગ્સનુ વજન 149 .ગ્રામ જેની કુલ કિંમત 14 લાખ 90 હજાર થાય છે.
પકડાયેલા ઈસમ પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા મળી પોલીસે કુલ 14 લાખ 97 હજાર 70 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યા લઈ જવાતું હતું તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં ઉપરોક્ત ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના શ્યામગઢના સુવાસરા ખાતે રહેતા કૈલાશ ઉર્ફે માસી મહેરે આપ્યો હતો અને આ જથ્થો રાજકોટ ખાતે રહેતા અલ્પેશ રમેશ તન્નાને રાજકોટ ખાતે પહોચાડવાનો હોવાની કબૂલાત કરી છે. પોલીસે પકડાયેલા એક ઈસમ અને નામ ખુલેલા બે ઈસમો મળી કુલ 3 સામે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Drugs Seized