Tamil Nadu: તામિલનાડુના રાજ્યપાલ આરએન રવિ બુધવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન રાજ્યની સુરક્ષા અને સંબંધિત સ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રી સાથે તેમની ખૂબ જ અર્થપૂર્ણ મુલાકાત થઈ.
રાજ્ય ભવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું આ સમગ્ર બેઠક રાજ્યના લોકોની શાંતિ, પ્રગતિ અને સુરક્ષા પર અસર કરી શકે છે.
રાજ્યપાલે વધુમાં કહ્યું કે, ‘અમિત શાહ આપણા લોકોને અસર કરતા મુદ્દાઓથી વાકેફ છે અને તેમની સુખાકારી માટે ખૂબ જ ચિંતિત છે.’
તમને જણાવી દઈએ કે, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ રાષ્ટ્રીય રાજધાનીમાં કેમ્પ કરી રહ્યા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય બાબતોના વિભાગના પ્રભારી એવા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને શિક્ષણ મંત્રાલયના વડા ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી હતી.