PM Modi Russia Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રશિયા અને ઓસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસ માટે રવાના થયા છે. આ મુલાકાત પહેલા પીએમ મોદીએ ભારત-રશિયા સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં બંને દેશો વચ્ચે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિ થઈ છે.
મોસ્કો મુલાકાત પહેલા પીએમ મોદીએ કહ્યું, “હું મારા મિત્ર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવા આતુર છું.” પીએમ મોદી રશિયા ઉપરાંત ઓસ્ટ્રિયાની પણ મુલાકાત લેશે. તેમણે ઓસ્ટ્રિયાને ભારતનું મક્કમ અને વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, “અમે લોકશાહીના આદર્શોને શેર કરીએ છીએ. હું નવા ક્ષેત્રોમાં અમારી ભાગીદારીને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે આતુર છું.”