Petrol Diesel Price Today: દેશમાં કાળઝાળ ગરમીમાં થોડી રાહત સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ફેરફાર થયો છે. કેટલાક શહેરોમાં તેલના ભાવમાં થોડો ઘટાડો થયો છે. દરરોજની જેમ આજે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે.
તમને જણાવી દઈએ કે આ કિંમતો વૈશ્વિક ક્રૂડ ઓઈલની કિંમતોથી પ્રભાવિત છે. આ ઉપરાંત, દરેક રાજ્ય અને શહેરમાં ઇંધણના ભાવ અલગ-અલગ હોય છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટ લાદવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી કારની ટાંકી ભરવા માંગો છો, તો પહેલા તમારા શહેરમાં ઇંધણની કિંમત તપાસો.
મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.76 રૂપિયા અને ડીઝલની કિંમત 87.66 રૂપિયા પ્રતિ લિટર છે.
- જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.13 રૂપિયા પ્રતિ લીટર છે.
- કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.74 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.73 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.32 રૂપિયા પ્રતિ લીટર છે.
નોઈડા સહિત અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- નોઈડાઃ પેટ્રોલ 94.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.94 રૂપિયા પ્રતિ લીટર છે.
- ગુરુગ્રામઃ પેટ્રોલ 95.17 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.03 રૂપિયા પ્રતિ લિટર છે.
- બેંગલુરુઃ પેટ્રોલ 102.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચંદીગઢઃ પેટ્રોલ 94.22 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 82.38 રૂપિયા પ્રતિ લીટર છે.
- હૈદરાબાદ: પેટ્રોલ 107.39 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર છે.
- જયપુરઃ પેટ્રોલ 104.86 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.34 રૂપિયા પ્રતિ લીટર છે.
- પટનાઃ પેટ્રોલ 105.16 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.03 રૂપિયા પ્રતિ લીટર છે.
- લખનૌઃ પેટ્રોલ 94.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.74 રૂપિયા પ્રતિ લીટર છે.