Hajj Pilgrims Death: સાઉદી અરેબિયાના મક્કામાં હજ પર ગયેલા 98 ભારતીયોના મોત થયા છે. ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ વર્ષે ભારતમાંથી એક લાખ 75 હજાર લોકો હજ માટે મક્કા ગયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 98 લોકોના મોત થયા છે. મંત્રાલયે કહ્યું છે કે આ મૃત્યુ કુદરતી કારણો, લાંબી બીમારીઓ અને વૃદ્ધાવસ્થાના કારણે થયા છે.
જેમાંથી અરાફાતના દિવસે 6 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો અકસ્માતને કારણે મૃત્યુ પામ્યા હતા. ગયા વર્ષે હજમાં મૃત્યુ પામેલા ભારતીયોની સંખ્યા 187 હતી.
#WATCH | Delhi: On the death of Hajj pilgrims from India, MEA Spokesperson Randhir Jaiswal says, "This year, 175,000 Indian pilgrims have visited Hajj so far… We have 98 Indian pilgrims who have died in Hajj…" pic.twitter.com/8vEVzOjQ8j
— ANI (@ANI) June 21, 2024