Gujrat News: ઉનાળાની ઋતુ પૂર્ણ થવાને આરે છે હજુ સુધી ચોમાસાનું આગમન નથી થયું એવા સમયે જો આગામી સમયમાં વરસાદ ન વરસે તો ચોક્કસથી મુશ્કેલીઓ સર્જાઈ શકે એવી સ્થિતિ શહેરમાં ઉભી થઇ છે. કારણકે રાજકોટ જિલ્લાના અનેક જળાશયો તળિયા ઝાટક થઈ ગયા છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત કુલ 27 જળાશયો આવે છે જેમાંથી 17 જળાશયો માં 0 ટકા થી 8 ટકા સુધી જ પાણી છે. માત્ર 10 જળાશયો એવા છે કે જેમાં ટકાવારી પ્રમાણે ડબલ ડિજિટમાં પાણી છે.
જિલ્લ્લાના વિવિધ જળાશયોની વાત કરીએ તો,0% થી લઈને 8% સુધી પાણી હોય તેવા જળાશયોમાં ભાદર 8.83 %, ફોફળ 6.84%, સોડવદર 4.90%, સુરવો 0.91%, ડોંડી 4.38%,ગોંડલી ડ્રાય, વાછપરી 1.29 %, વેરીતળાવ 3.33, મોતીસર 4.46 %, ફાડદંગ બેટી 0.23 %, છાપરવળી એક dray, છાપરવળી બે ઈશ્વરીયા 1.94 %, કરમાણ 0.39 %, કરણુકી ડ્રાય,ઘેલા સોમનાથ 8.75 %, માલગઢ 4.19 % પાણી છે.
રાજકોટ સિંચાઈ વિભાગ આવતા તમામ જળાશયોની સ્થિતિ ટકાવારી પ્રમાણે ભાદરડેમમાં 8.83 % પાણી છે.મોજ ડેમમાં 12.20% પાણી,ફોફળ ડેમમાં 6.84 % પાણી, વેણુ – 2 19.44 % પાણી, આજી એક 51.70 % પાણી, આજી બે 71.5, આજી ત્રણ 16.78% પાણી, સોડવદર 4.90 % પાણી સુરવો 0.91 % પાણી, ડોંડી 4.38 % પાણી, જયારે ગોંડલી તો ખાલી જ છે.
આ સિવાય અન્ય જળાશયોની વાત કરીએ તો, વાછપરી 1.29% પાણી, વેરી 3.33 % પાણી, ન્યારી એક 37.06% પાણી, ન્યારી બે 29.09 % પાણી, મોતીસર 4.46 % પાણી છે, ફાડદંગ બેટી 0.23 % પાણી છે, ખોડાપીપર 29.88 % પાણી છે,લાલ પરી 37.33 % પાણી છે, છાપરવળી એક ખાલી છે, છાપરવળી બે ખાલી છે, ઈશ્વરીયા 1.94 % પાણી છે, કરમાણ 0.39 % પાણી છે, ભાદર બે 21.91 % પાણી છે, કરણુકી ખાલી છે,ઘેલા સોમનાથ 8.75 % પાણી છે,માલગઢ 4.19 % પાણી છે.