Sabarkantha Rain :સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર પંથકમાં કેટલીક જગ્યાઓ પર વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકયો હતો સાથે સાથે ખેડબ્રહ્મા તાલુકામાં પણ કેટલાક પંથકમાં વરસાદ થયો હતો.વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.બીજી તરફ બાજરી પકવતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતુ.વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
તંત્રએ નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા
સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગરના માંકડી, હાથમતી, ગુહાઈ, વિજયનગરના હરણાવ, પ્રાંતિજના લીમલા, કરોલ અને બોખ.તલોદના જવાનપુરા ઉપરાંત હાથમતી નહેરના, નદીના અને ડૂબ વિસ્તારમાં ચોમાસામાં વરસાદ વરસવાને લઈને પાણી ભરાય ત્યારબાદ છોડવું પડે તેને લઈને જળાશયના કાર્યપાલક ઇજનેરો દ્વારા જળાશય કેનાલના આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને નદીના કીનારાના ગામોને ચોમાસા પૂર્વે જ સાવચેત કરવા માટેની જાહેર ચેતવણી આપી છે જેને લઈને દુર્ઘટના ના સર્જાય.
આજે કયા વરસાદની આગાહી કરાઈ
ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર , પંચમહાલ ,દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર ,ભરૂચ ,નર્મદા ,સુરત, તાપી ,ડાંગ ,નવસારી , વલસાડ ,દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.
10 જુને કયા વરસાદની આગાહી કરાઈ
ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર, મહીસાગર, પંચમહાલ ,દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર, ભરૂચ ,નર્મદા ,સુરત ,તાપી ,ડાંગ ,વલસાડ ,નવસારી ,દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે
11 જુને કયા વરસાદની આગાહી કરાઈ
ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર, મહીસાગર ,પંચમહાલ, દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર ,ભરૂચ ,નર્મદા, સુરત ,તાપી ,ડાંગ ,નવસારી ,વલસાડ ,દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
12 જુને કયા વરસાદની આગાહી કરાઈ
ગીર સોમનાથ, અમરેલી ,ભાવનગર સાબરકાંઠા ,અરવલ્લી ,મહીસાગર ,દાહોદ ,નર્મદા ,,સુરત તાપી, નવસારી ,વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
13 જુને કયા વરસાદની આગાહી કરાઈ
સોમનાથ ,અમરેલી ,ભાવનગર ,નવસારી ,વલસાડ ,ડાંગ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.