અનુભવી કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. જે પછી ધોની ફક્ત IPLમાં જ રમતા જોવા મળે છે. છેલ્લા 2-3 સીઝનથી, ધોનીના નિવૃત્તિના સમાચાર આવતા રહે છે. હવે IPL 2025 માટે ચેન્નાઈમાં પ્રવેશતાની સાથે જ થાલા ધોનીએ પોતાના નિવૃત્તિ અંગે મોટો સંકેત આપ્યો છે.
એમએસ ધોની ટૂંક સમયમાં આઈપીએલને અલવિદા કહી શકે છે
મહેન્દ્ર સિંહ ધોની IPL 2025 માં અનકેપ્ડ ખેલાડી તરીકે રમતા જોવા મળશે. જ્યારે ધોની નવી સીઝનની તૈયારી માટે ચેન્નાઈ એરપોર્ટ પર જોવા મળ્યો, ત્યારે તેણે પોતાના ટી-શર્ટ સાથે એક મોટો સંકેત આપ્યો. ધોનીના ટી-શર્ટ પર મોર્સ કોડમાં ‘વન લાસ્ટ ટાઈમ’ લખેલું હતું. ધોનીના ચાહકો જ્યારથી કોડ સમજ્યા ત્યારથી બેચેન છે. જો માહીના આ ટી-શર્ટના કોડને સંકેત માનવામાં આવે તો ધોની IPL 2025 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે. આવી સ્થિતિમાં, આ સિઝનમાં ધોનીનું એક નવું સ્વરૂપ જોવા મળી શકે છે.
ધોનીએ 2019ના વર્લ્ડ કપનો પણ સંકેત આપ્યો હતો
આ પહેલી વાર નથી જ્યારે મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ લેવાનો સંકેત આપી રહ્યા છે. વર્ષ 2019 ની શરૂઆતમાં પણ ધોનીએ કંઈક આવું જ સંકેત આપ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે રમાયેલી ODI શ્રેણીમાં, ધોનીએ રાંચી ODI પછીની 2 મેચોમાંથી આરામ લીધો. જેના કારણે માહીનો હોમ ગ્રાઉન્ડ પરનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ તેના હોમ ગ્રાઉન્ડ રાંચીમાં રમાયો હતો. આ ઉપરાંત, 2019 ના વર્લ્ડ કપ દરમિયાન, ધોનીએ વિવિધ કંપનીઓના બેટનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી તેમની નિવૃત્તિનો સંકેત પણ આપવામાં આવ્યો હતો.