આજે ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે હાઇ વોલ્ટેજ મેચ રમવા જઈ રહી છે. આ મેચ પહેલા એક એવા સમાચાર સામે આવ્યા છે જેનાથી ટીમ ઈન્ડિયાની સાથે સાથે તમામ ચાહકોનું પણ ટેન્શન વધી ગયું છે. પાકિસ્તાન સામેની ચેમ્પિયન્સ ટ્રોફી મેચ પહેલા વિરાટ કોહલી તૈયારીમાં કોઈ કસર છોડવા માંગતો નથી. પૂર્વ કેપ્ટન પ્રેક્ટિસ સત્ર માટે નિર્ધારિત સમય કરતાં 3 કલાક પહેલા દુબઈ સ્ટેડિયમ પહોંચ્યા અને કોચિંગ સ્ટાફ સાથે પરસેવો પાડ્યો. વિરાટ કોહલીના પગમાં બરફના પેક સાથેનો એક ફોટો સામે આવ્યો છે, જેનાથી મેચ પહેલા ચિંતા વધી ગઈ છે.
વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી પોતાનું ફોર્મ પાછું મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની બાંગ્લાદેશ સામેની પહેલી મેચમાં પણ તેણે ફક્ત 22 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામેની મેચોમાં આ દિગ્ગજ ખેલાડીનું પ્રદર્શન હંમેશા ઉત્તમ રહ્યું છે. રવિવારે, ફરી એકવાર ચાહકો તેમના હીરો પાસેથી વિસ્ફોટક ઇનિંગ્સની અપેક્ષા રાખશે. મેચ પહેલા વિરાટની એક તસવીર સામે આવી હતી જેનાથી ભારતીય ચાહકો ચિંતિત થઈ ગયા હતા.
X પર એક ફોટો સામે આવ્યો જેમાં તેના ડાબા પગ પર બરફનો પેક હતો. તે પગમાં બરફનો પેક લઈને ચાલતો જોવા મળ્યો. વિરાટની ફિટનેસ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ફિટ દેખાય છે અને પાકિસ્તાન સામેની મેચમાં રમવા માટે તૈયાર લાગે છે.