દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની મતગણતરી બાદ ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાની જીત થઈ છે. અમદાવાદની ગુજરાત કૉલેજ ખાતે 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) લોકસભા બેઠકની મતગણતરી કામગીરી કરાઈ છે. જ્યાંથી સીધા જ જીત-હારના સમાચાર સામે આવ્યા છે.
દિનેશ મકવાણાની રાજકીય સફર
દિનેશ મકવાણાએ B.A., LLB સુધીનો અભ્યાસ કરેલો છે. જેઓ અમદાવાદ 4 ટર્મ કોર્પોરેટર અને બે ટર્મ ડેપ્પ્યુટી મેયર રહ્યાં છે. વધુમાં જણાવીએ કે, તેઓ વર્ષ 1991થી ભાજપના કાર્યકર છે. વર્ષ 2022માં તેઓ અમદાવદ ભાજપના પ્રવક્તા રહી ચુક્યા છે. જેઓ ભાજપના પાયાના કાર્યકર તેમજ અમિત શાહના નજીકના ગણાય છે
કોંગ્રેસના ભરત મકવાણા કોણ છે ?
ભરત મકવાણાએ B.Com., llb સુધીનો અભ્યાસ કરેલો છે. જેઓ 1998માં સોજીત્રાના ધારાસભ્ય બન્યા હતા. તેમજ રાજીવ ગાંધી સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. વધુમાં જણાવીએ કે, તેમના માતા શાંતાબેન મકવાણા ત્રણવાર ધારાસભ્ય રહી ચુક્યા છે.
2019નું ચૂંટણી પરિણામ
2019ની ચૂંટણીમાં કિરીટ સોલંકીની જીત થઈ હતી. જેમાં કિરીટ સોલંકીને 6,61,662 મત મળ્યા હતા. જ્યારે રાજુ પરમારને 3,20,076 મત મળ્યા હતા, જેમની 341,546 મતથી હાર થઈ હતી.
આ બેઠકમાં સાત વિધાનસભા મતવિસ્તાર સમાવેશ થાય
અમદાવાદની ગુજરાત કૉલેજ ખાતે 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) લોકસભા બેઠકની મતગણતરી કરવામાં આવી છે. 8-અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર- ખાડિયા, મણિનગર, દાણીલીમડા, અસારવા સહિતના કુલ સાત વિધાનસભા મતવિસ્તારની મતગણતરી યોજવામાં આવશે, સાથે સાથે પોસ્ટલ બેલેટની ગણતરી પણ કરવામાં આવશે.
જ્ઞાતિ સમીકરણ
આ બેઠક પર અંદાજે 17.19 લાખ મતદાર છે. જેમાં મુસ્લિમ મતદારો 4.69 લાખ છે જ્યારે ઓબીસી 3.11 લાખ છે તો રાજપૂત-ક્ષત્રિય 1.7 લાખ છે. દલિત 1.66 લાખ છે જ્યારે વણિક 1.62 લાખ છે. પાટીદાર 1.27 લાખ, બાહ્મણ 90 હજાર, ખ્રિસ્તી 60 હજાર અને અન્ય 1.64 લાખ મતદારો છે.
અમદાવાદ વેસ્ટમાં કેટલુ મતદાન થયું હતું ?
અમદાવાદ વેસ્ટ બેઠક પર કુલ 55.45 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં એલિસબ્રિજ મતવિસ્તારમાં 56.54 ટકા, અમરાઈવાડીમાં 51.35 ટકા મતદાન નોંધાયું હતું. દરિયાપુરમાં 57.80 ટકા જ્યારે જમાલપુર-ખાડિયામાં 54.63 ટકા તેમજ મણિનગરમાં 59.98 ટકા તો દાણીલીમડામાં 56.79 ટકા અને અસારવામાં 54.52 ટકા મતદાન નોંધાયું હતું