લોકસભા ચૂંટણીના પરિણામો ધારોધાર આવી રહ્યાં છે. કયાંક ટેન્શનના પારોઓ ઉંચા ચડી રહ્યાં છે તો ક્યાંક જીતના આશા જાગી રહી છે. ત્યારે 9:30 વાગ્યાની સ્થિતિની વાત કરીએ તો કોંગ્રેસ-INDIA ગઠબંધન 3 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું હતુ. ત્યારે આપના બે ઉમદવારો INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડ્યાં છે. તો જાણીએ ભાવનગર લોકસભા બેઠકની વિગતો
કોણ છે આપના ઉમેશ મકવાણા ?
ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય છે. 2022માં આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતાં. તેમના પિતાનું નામ નારણ મકવાણા છે. ઉમેશ મકવાણા સામે ભાજપે નિમુબેન બાંભણિયાને મેદાનમાં ઉતાર્યા હતાં. જેમણે બાટાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવી જીત મેળવી હતી.
ભાજપના નીમુબેન બાંભણીયાની રાજકીય સફર
58 વર્ષીય નીમુબેન બાંભણીયા B.Sc, B.Ed સુધીનો અભ્યાસ કરેલો છે. જેમની રાજકીય સફર વાત કરીએ તો તેઓ ભાવનગરમાં 2 વાર મેયર તરીકે રહી ચુક્યા છે. 2011થી 2016 સુધી તેઓ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડિરેક્ટર તરીકે તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ હતાં. નિષ્ણાંતોના મતે તેમને ભાજપ ટિકિટ આપવા પાછળનું મૂળ કારણ કોળી સમાજનો અગ્રણી મહિલા નેતા ચહેરો, સાથો સાથ બિન વિવાદિત છબી ધરાવે છે.
2019ની ચૂંટણીનું પરિણામ
2019માં ભાજપના ભારતીબેન શિયાળનું વિજય થયો હતો. તેમને 6,61,273 મત મળ્યા હતાં તેમજ 3,29,519 મત લીડ મળી હતી.
કોંગ્રેસના મનહર પટેલની 2019માં હાર થઈ હતી. તેમને 3,31,754 મત મળ્યા હતાં.
બેઠકનું જ્ઞાતિ સમીકરણ
ભાવનગર લોકસભા બેઠક પર અંદાજે 19.13 લાખ મતદારો છે. જેમાં કોળી મતદારો 2.95 લાખ છે જ્યારે બ્રાહ્મણ 1.75 લાખ, ક્ષત્રિય 1.60 લાખ તો પટેલ 1.50 લાખ, દલિત 1.50 લાખ, મુસ્લિમ 1.50 લાખ તો સતવારા 70 હજાર, વણિક 70 હજાર તેમજ
અન્ય મતદારો 6.93 લાખ જેટલા છે.
સમાવિષ્ટ થતી વિધાનસભા બેઠકો
- તળાજા
- પાલિતાણા
- ભાવનગર રૂરલ
- ભાવનગર ઈસ્ટ
- ભાવનગર વેસ્ટ
- ગઢડા
- બોટાદ
રાજકીય ઈતિહાસ,જુઓ ક્યારે કોણ જીત્યું ?
વર્ષ – વિજેતા – પાર્ટી
1952- ચીમનલાલ ચકુભાઈ શાહ , ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1957 – બળવંતરાય મહેતા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1962 – જશવંત મહેતા, પ્રજા સમાજવાદી પાર્ટી
1967 – જીવરાજ એન. મહેતા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1969 – પ્રસન્નભાઈ મહેતા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1971 – પ્રસન્નભાઈ મહેતા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1977 – પ્રસન્નભાઈ મહેતા, જનતા પાર્ટી
1980 – ગીગાભાઈ ગોહિલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1984 – ગીગાભાઈ ગોહિલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1989 – શશીભાઈ જમોડ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
1991 – મહાવીરસિંહ ગોહિલ, ભારતીય જનતા પાર્ટી
1996 – રાજેન્દ્રસિંહ રાણા, ભારતીય જનતા પાર્ટી
1998 – રાજેન્દ્રસિંહ રાણા, ભારતીય જનતા પાર્ટી
1999 – રાજેન્દ્રસિંહ રાણા, ભારતીય જનતા પાર્ટી
2004 – રાજેન્દ્રસિંહ રાણા, ભારતીય જનતા પાર્ટી
2009 – રાજેન્દ્રસિંહ રાણા, ભારતીય જનતા પાર્ટી
2014 – ભારતીબેન શિયાળ, ભારતીય જનતા પાર્ટી
2019 – ભારતીબેન શિયાળ, ભારતીય જનતા પાર્ટી
આ બેઠક પર કેટલું મતદાન થયું હતું ?
ભાવનગર લોકસભા બેઠક પર 53.92 ટકા મતદાન થયું હતું. જેમાં તળાજાની વાત કરીએ તો ત્યાં 51.57 ટકા, પાલિતાણામાં 51.20 ટકા જ્યારે ભાવનગર રૂરલમાં 57.32 ટકા તો ભાવનગર ઈસ્ટમાં 59.86 ટકા મતદાન થયું હતું. ભાવનગર વેસ્ટમાં 55.87 ટકા, ગઢડામાં 44.76 અને બોટાદમાં 56.21 ટકા મતદાન નોંધાયું હતું.