Loksabha Election Result 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે. આજે લોકોની આ રાહ પણ પૂરી થશે. આ વખતે, જ્યારે ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે ત્રીજી વખત સરકાર બનાવવાનો વિશ્વાસ છે, ત્યારે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ ભારતીય ગઠબંધન એક્ઝિટ પોલ વિરુદ્ધ પરિણામોની અપેક્ષા રાખી રહ્યું છે. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. ત્યારે 25 બેઠકોના પરિણામ આજે સૌની નજર રહેશે.
અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલ આગળ
દાદરાનગર હવેલીમાં ભાજપના કલાબેન ડેલકર આગળ, અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ 15 હજાર 516 મતથી આગળ, મહેસાણામાં ભાજપના ઉમેદવાર 13624 મતથી આગળ
અમિત શાહ 1.17 લાખ મતથી આગળ
ગાંધીનગરથી અમિત શાહ 1 લાખ 17 હજાર મતથી આગળ, રાજકોટથી રૂપાલા આગળ, ખેડા બેઠકથી દેવુસિંહ ચૌહાણ 30 હજાર 416 મતથી આગળ, જામનગરથી કોંગ્રેસના જે.પી.મારવીયા 799 મતથી આગળ
વલસાડથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આગળ
ભાવનગરથી નિમુબેન બાંભણીયા 37 હજાર મતથી આગળ, પાટણથી ભાજપના ઉમેદવાર ચંદનજી ઠાકોર એક હજાર મતથી આગળ, વલસાડથી ભાજપના ઉમેદાવાર ધવલ પટેલ 31 હજાર મતથી આગળ
અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર આગળ
કચ્છ બેઠક ભાજપના વિનોદ ચાવડા આઠ હજાર મતથી આગળ, ભાવનગરથી ભાજપના નેતા નિમુબેન બાંભણાયા પાંચ હજાર મથી આગળ, પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ચાર હજાર મતથી આગળ, અમદાવાદ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા 15 હજાર મતથી આગળ
જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ પાછળ
જામનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પાછળ, અમરેલીમાં જેનીબેન ઠુંમર આગળ, દહોદમાં ભાજપના ઉમેદવાર આગળ, સાબરકાંઠાથી શોભના બારૈયા આગળ, પોરબંદરથી લલિત વસૌયા 237 મતોથી આગળ
વડોદરાથી ભાજપ ઉમેદવાર આગળ
શરુઆતના વલણોમાં બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 1500 મતથી આગળ છે. વડોદરાથી ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી 4683 મતથી આગળ, બારડોલીથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા બે હજાર મતથી આગળ.
ચૈતર વસાવા અને ગેનીબેન ઠાકોર આગળ
ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી આગળ, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર આગળ, ગુજરાતમાં 23 બેઠક પર ભાજપ અને બે બેઠકો પર ઈન્ડિયા ગઠબંધન આગળ
રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા આગળ
નવસારીથી ભાજપ પ્રદેશ પ્રમુખ 10 હજાર મતોથી આગળ જ્યારે સૌથી ચર્ચાસ્પદ રહેલી રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. પરશોત્તમ રૂપાલા 15 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.
ગુજરાતમાં ભાજપ 16 અને કોંગ્રેસ એક બેઠક પર આગળ
શરુઆતના વલણોમાં બારડોલી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર આગળ, કચ્છથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ 16 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ એક બેઠક પર આગળ ચાલી રહી છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આગળ
પંચમહાલમાં ભાજપના રાજપાલસિંહ જાદવ આગળ તો પોરબંદર બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આગળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલ શરુઆતના વલણ સામે આવી રહ્યા છે.